<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર મીલપરાનો ગોૈતમ પકડાયો

એલસીબી ઝોન-૨ ટીમે પકડી યુનિવર્સિટી પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. ૨૧: શહેરના યુનિવર્સિટી પોલીસમાં ત્રણ મહિના પહેલા નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર થઇ ગયેલા ગોૈતમ રાજેશભાઇ કાથરાણી (રહે. મીલપરા મેઇન રોડ, શ્રીજી ઇલેક્‍ટ્રોનીકની સામે, ગીતા એપાર્ટમેન્‍ટ એ વીંગ ફલેટ નં. ૭)ને એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધો હતો.

ફરાર આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત ગોૈતમ કાથરાણીને પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપાયો હતો. ત્રણ મહિના પહેલા દારૂનો ગુનો નોંધાયો તેમાં નામ ખુલતાં તે ફરાર હતો. અગાઉ આ શખ્‍સ ગાંધીગ્રામમાં ઠગાઇ, એ-ડિવીઝનમાં દારૂ, જુગારના ત્રણ મળી પાંચ ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો હોવાનું પોલીસે જણાવ્‍યું હતું. ડીસીપી રોકશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્‍દ્રભાઇ વાધીયા, શક્‍તિસિંહ ગોહિલ, સત્‍યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, કુલદીપસિંહ રાણા, શીવભદ્રસિંહ ગોહિલ, મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કાર્યવાહી કરી હતી.

(2:26 PM IST)