હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખાણ-ખનીજના અંકિત ભટ્ટ ખનીજ ચોરો ઉપર તૂટી પડયાઃ પાંચ જીલ્લામાં માત્ર ૧૧ દિવસમાં ૮ કરોડનો મૂદામાલ સીઝ
કૂલ ૧૯ ડમ્પરો તથા બે એક્ષકેવેટર-જેસીબી મશીન પણ સીલ કરી દેવાયા

રાજકોટ તા.૨૧: રાજકોટ ખાણ-ખનીજના નાયબ નિયામક શ્રી અંકિત ભટ્ટ ખનીજ ચોરો ઉપર રીતસર તૂટી પડયા છે, તેમની સૂચના બાદ માત્ર ૧૧ દિવસમાં સોૈરાષ્ટ્રના અનેક જીલ્લામાં દરોડા પાડી રૂા.૮ કરોડનો મુદામાલ સીઝ કરાયાનું જાહેર થયુ છે.
રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજના મદદનીશ નિયામક શ્રી અંકિત ભટ્ટની સૂચના બાદ સૌરાષ્ટ્રન ઝોનના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર વિવિધ જિલ્લાઓમાં બ્લેકટ્રેપ, સાદીરેતી, ફાયરક્લે, સેન્ડસ્ટોન, હાર્ડમોરમ, એમ.સેન્ડ, વગેરે ખનીજના ગેરકાયદેસર વહન અન્વયે કુલ - ૧૪(ચૌદ) ડમ્પરો પકડી આશરે ૫ કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવેલ
તેમજ, ખનનના કેસ અન્વયે મોજે.ચાડધ્રા તા.હળવદ જિ.મોરબી ખાતે ગેરકાયદેસર સાદીરેતી ખનીજ ખનન/વહન અન્વયે ૦૧ એક્ષકેવેટર મશીન અને ૦૩ (ત્રણ) ડમ્પર પકડી આશરે ૨ કરોડનો મૂદામાલ સીઝ કરવામાં આવેલ ત્યારબાદ મોજે.ભાયાસર તા.રાજકોટ જી.રાજકોટ ખાતે ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજ ખનન/વહન અન્વયે ૦૧ જેસીબી મશીન અને ૦૨ ડમ્પર પકડી કૂલ આશરે ૧ કરોડનો મૂદામાલ સીઝ કરવામાં આવ્યો છે. બન્ને કેસમાં થયેલ ખનીજ ખનનની માપણી કરવામાં આવેલ, હવે પછી આગળની દંડકીય કાર્યવાહી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવશે.
આમ, ઉપરોક્ત વિગતે સૌરાષ્ટ્રન ઝોનના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર વગેરે વિવિધ જિલ્લાઓમાં બ્લેકટ્રેપ, સાદીરેતી, ફાયરક્લે, સેન્ડસ્ટોન, હાર્ડમોરમ, એમ.સેન્ડ, વગેરે ખનીજના ગેરકાયદેસર ખનન/વહન અન્વયે કુલ-૧૯ (ઓગણીસ) ડમ્પરો અને ૦૨(બે) એક્ષકેવેટર/જેસીબી મશીન પકડી કૂલ - ૮ કરોડ (આઠ કરોડ)નો મુદામાલ સીઝ કરવામાં આવેલ, અને હવે પછી આગળની દંડકીય કાર્યવાહી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવશે.










