<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ફર્નિચર કામની સાઇટ પર હૃદય બેસી જતાં મિસ્ત્રી રમેશભાઇ વડગામાનું મૃત્‍યુ

કોઠારીયા સોરઠીયા પાર્કમાં રહેતાં મિષાી કારીગર સાથે શિવમ્‌ બંગલોઝની સાઇટ પર કામે ગયા ત્‍યારે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: જિંદગીની સફરનો અંત ગમે ત્‍યારે ગમે ત્‍યાં આવી જતો હોય છે. આવી જ એક ઘટના રાજકોટના વડગામા પરિવાર સાથે બની હતી. કોઠારીયા સોરઠીયા પાર્કમાં રહેતાં મિષાી કોઠારીયા રોડ વિસ્‍તારમાં પોતાની ફર્નિચર કામની સાઇટ પર કામ કરી રહ્યા હતાં ત્‍યારે એકાએક હૃદય બેસી જતાં તેમનું મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રણુજા મંદિર પાછળ સોરઠીયા પાર્ક-૩માં નાયરાના પંપ નજીક રહેતાં રમેશભાઇ શામજીભાઇ વડગામા-સુથાર (ઉ.વ.૬૩) નામના મિષાી ગત સાંજે કોઠારીયા રોડ વિસ્‍તારમાં શિવમ્‌ બંગલોઝ ખાતે દેવરાજભાઇ પટેલના ઘરમાં ફર્નિચર કામની પોતાની સાઇટ પર હતાં અને કામ કરી રહ્યા હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડયા હતાં.

સાથેના કારીગરે તુરત જ ઘરધણીને જાણ કરતાં રમેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર રમેશભાઇ ત્રણ ભાઇ એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. મોભીના મૃત્‍યુથી વડગામા પરિવારમાં શોક છવાઇ ગયો છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.

(3:55 PM IST)