<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગૂમ થયેલી બાળાએ પિતાને ફોન કરી કહ્યું-હું ટ્રેનમાં છું, ઓરિસ્‍સા જાઉ છું, પછી ફોન કરીશ!

વાવડી વિસ્‍તારનો બનાવઃ રાતે પાડોશી મહિલાને ત્‍યાં મોબાઇલમાં ફિલ્‍મ જોવા ગઇ હતીઃ સવારે ઘરમાં જોવા ન મળતાં પરિવારજનોમાં દોડધામ પિતાએ તાલુકા પોલીસને જાણ કરતાં અપહરણનો ગુનો નોંધી તપાસ

 

 

રાજકોટ તા. ૧૫:  શહેરના ૮૦ ફૂટ રોડ પર વાવડી વિસ્‍તારમાં રહેતાં પરપ્રાંતિય પરિવારની ૧૬ વર્ષ ૮ મહિનાની ઉમર ધરાવતી દિકરી પાડોશી મહિલાના ઘરે રાતે મોબાઇલ ફોનમાં ફિલ્‍મ જોવા ગયા બાદ ગૂમ થઇ જતાં શોધખોળ શરૂ કરાઇ હતી. દરમિયાન તેણીએ પિતાને ફોન કરી હું ઓરિસ્‍સા જાઉ છું ટ્રેનમાં છું  પછી ફોન કરીશ કહી ફોન કટ કરી નાંખતાં પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ થઇ છે. આ બનાવમાં તાલુકા પોલીસે ગૂમ થયેલી બાળાના પિતાની ફરિયાદને આધારે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી મુળ ઓરિસ્‍સાના વતની છે અને હાલ રાજકોટ રહી મજૂરી કરે છે. તેને ચાર સંતાન છે. જેમાં મોટી ૧૬ વર્ષ ૮ મહિનાની છે.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ગત તારીખ ૫/૯ના રોજ રાત્રે જમીને પરિવારજનો સુઈ ગયા હતા. જ્‍યારે ૧૬ વર્ષીય ૮ મહિનાની ઉમર ધરાવતી દિકરી બાજુમાં રહેતા મહિલા સાથે ઘરમાં મોબાઈલમાં ફિલ્‍મ જોતી હતી. સવારે પાંચ વાગ્‍યે જોતાં તેણી ઘરમાં ન મળી આવતા તપાસ શરૂ કરાઈ હતી. પડોશી મહિલાએ કહ્યું હતું કે રાત્રે ૧૨ વાગ્‍યા સુધી સાથે ફિલ્‍મ જોતા હતા અને ત્‍યારબાદ સુઈ ગયા હતા. આજુબાજુમાં શોધખોળ કરવા છતાં દિકરીનો કોઈ પત્તો લાગ્‍યો નહોતો. દરમિયાન તારીખ ૭/૯ના રોજ પિતાના  ફોન પર એક અજાણ્‍યા મો નંબર પરથી કૉલ આવ્‍યો હતો. સામેથી ગૂમ દિકરીએ હું ટ્રેનમાં છું અને ઓરિસ્‍સા જાવ છું, તમને પછી ફોન કરીશ. એટલું કહીને તુરંત ફોન કાપી નાખ્‍યો હતો.

પરિવારજનોએ પોતાના વતન ઓરિસ્‍સા ખાતે સસરાના ઘરે તેમજ સગા-સંબંધિઓમાં તપાસ કરી હતી, પરંતુ દિકરી ત્‍યાં પણ પહોંચી નહોતી. જેથી કોઈ અજાણ્‍યો શખ્‍સ તેને લલચાવી-ફોસલાવીને વાલીપણામાંથી ભગાડી ગયો હોવાની શંકા સાથે પોલીસમાં જાણ કરી હતી. તેણી ગૂમ થઇ ત્‍યાર ેસફેદ ટી-શર્ટ અને સફેદ નાઇટ પેન્‍ટ પહેરેલા હતાં. તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ ડી. સી. જોષીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:27 PM IST)