તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
રાજકોટમાં કાલે ‘મોબાઈલ-ઈન' શોરૂમનું ઉદ્ધાટન
પૂજ્ય પાદ ગોસ્વામી ડૉ. અભિષેકજી મહારાજશ્રીના હસ્તે મંગલ પ્રારંભ : સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડૉ. નેહલ શુકલ સહિતના આપશે હાજરી : ઉદ્ધાટન નિમિત્તે આઈપેડ અને ગેજેટ્સ પર આકર્ષક ઑફર્સનો ધોધ

રાજકોટ : મોબાઈલ અને ગેજેટ્સના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા ‘મોબાઈલ-ઈન'ના નવા ભવ્ય શોરૂમનો શુભ પ્રારંભ આવતીકાલે એટલે કે તા. ૧૨ રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે થવા જઈ રહ્યો છે. શહેરના ડૉ. યાજ્ઞિક રોડ પર આવેલા ન્યુ જાગનાથ પ્લોટ-૨૦માં, ધનરજની કોમ્પ્લેક્સ ખાતે આ અદ્યતન શોરૂમનું ઉદ્ધાટન સંપન્ન થશે.
આ ભવ્ય શોરૂમનું ઉદ્ધાટન એચ.એચ. ગોસ્વામી ડૉ. અભિષેકજી મહારાજશ્રીના પાવન હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપરાંત મુખ્ય મહેમાનો તરીકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ અતિથિ વિશેષ તરીકે મેયર ડૉ. નેહલ શુક્લ અને ભાજપ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે સહિતના ઉપસ્થિત રહેશે.
‘મોબાઈલ-ઈન' શોરૂમના શુભ ઉદ્ધાટન નિમિત્તે ગ્રાહકો માટે માત્ર એક દિવસની ધમાકેદાર અને આકર્ષક ઑફર્સ જાહેર કરવામાં આવી છે. જેમાં રૂ. ૨૫,૦૦૦ની એમ.આર.પી.વાળું એપલ આઈપેડ ૯ (જનરેશન) ૩૨ જીબી વાઈફાઈ મોડેલ માત્ર રૂ. ૪,૯૯૯ની સ્પેશિયલ પ્રાઈઝમાં મળશે. આ ઉપરાંત રૂ. ૭,૦૦૦ની કિંમતના પીટ્રોન ફયુઝન વન બ્લુટુથ પાર્ટી સ્પીકર માત્ર રૂ. ૧,૦૯૯માં, રૂ. ૨,૯૯૦ની કિંમતના બોટ એરડ્રોપ્સ ૧૦૧વીર માત્ર રૂ. ૨૪૯માં, અને રૂ. ૧,૦૮૫ની કિંમતની ઈઆરડી પાવર બેંક માત્ર રૂ. ૫૪૯માં મળશે. આટલું જ નહીં, કોઈપણ નવો મોબાઈલ ખરીદવા પર ગ્રાહકોને રૂ. ૩,૯૯૯ની કિંમતનું એમેઝોન બેઝિક ૨૦ ડબલ્યુ બ્લુટુથ સાઉન્ડબાર તદ્દન ફ્રી (મફત) આપવામાં આવશે.
આ શુભારંભ પ્રસંગે હર્ષિત શીંગાળા, ધવલ કારીયા, વિષ્ણુ શીંગાળા, મીત કારીયા અને અનિકેત કારીયા દ્વારા નગરજનોને આમંત્રણ અપાયું છે. આ સાથે સ્ટોપ એન્ડ સ્ટોપ ટેલીકોમ, ડેનીમ કોટન હાઉસ, શ્રી વલ્લભ ગ્રુપ - કૈલાશ પરબત ચાટ એન્ડ ડાઈનીંગ, શ્રી વલ્લભ ગ્લોબલ, બ્લેક ગોલ્ડ ટી અને મેઈક માય ટ્રીપ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.
(3:13 PM IST)










