હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રેનમાં બારીમાંથી હાથ આવ્યો અને ચાર્જિંગમાં રાખેલો રૂા. ૧૦ હજારનો મોબાઇલ ‘ગાયબ'
ટ્રેનમાં ચાર્જિંગ પોઇન્ટ બન્યો ‘ચોરી પોઇન્ટ'! : મહારાષ્ટ્રના પરિવાર ઓખા-સોમનાથ એકસ. ટ્રેનમાં સોમનાથ દર્શનકરવા જતો હતો અને રાજકોટ રેલ્વે સ્ટેશને ‘કડવો' અનુભવ થયો

રાજકોટ તા. ર૩: મહારાષ્ટ્રથી દેવભુમી દ્વારકા પરિવાર સાથે દર્શનાર્થે જતી આંગણવાડી મહિલા વર્કરનો ચાર્જિંગમાં રાખેલો ફોન ઓખા-સોમનાથ એકસપ્રેસ ટ્રેનમાંથી ગઠીયો ચોરી ગયાની રેલવે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાનાં અચલપુર તાલુકાના રામનગર કાંડલી ગામે રહેતાં આંગણવાડી વર્કર સંગીતાબેન શંકરરાવ ઘોસે (ઉ.વ. ૪પ) એ રેલવે પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગઇ તા. ૧૯નાં તે પતિ અને પુત્ર સાથે બરનેરા રેલ્વે સ્ટેશનથી દ્વારકા દર્શન કરવા આવ્યા હતા. જયાં તા. ર૦નાં પહોંચી તા. ર૧ સુધી રોકાયા હતાં. બપોરબાદ તા. રરનાં સાંજે ૮-૩૦ વાગ્યે તે ઓખા-સોમનાથ એકસ. ટ્રેનમાં સોમનાથ જવા જનરલ ડબ્બામાં બેસી રવાના થયા હતા. મોડી રાત્રે એકાદ વાગ્યે ટ્રેન રાજકોટ રેલ્વે સ્ટેશન પર ઉભી હતી ત્યારે તેનો રૂા. ૧૦ હજારનો ફોન કે સીટ પાસે ચાર્જિંગ પોઇન્ટમાં ચાર્જ કરવા રાખેલો હતો તે અજાણ્યા ગઠીયાએ બારી પાસે આવી મોબાઇલ કાઢી લઇ ચોરી કરી ભાગી ગયો હતો.
આ ગઠીયાની ઉંમર આશરે રપ વર્ષની હતી. તેણે બુમાબુમ કરતા પોલીસે તેની પુછતાછ કરતા તેઓ સમગ્ર હકીકત જણાવી હતી, હાલ રેલવે પોલીસના પીઆઇ એચ. એમ. રાણાની રાહબરીમાં ટીમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.










