તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ખોડીયારનગરમાં મોહિત સોલંકીને પદીયાને ધોકાના ઘા ફટકાર્યા
જુના મનદુઃખનો ખાર રાખી રસ્તામાં રોકી તૂટી પડયો

રાજકોટ તા.૨: આજી વસાહત ખોડીયારનગરમાં રહેતો અને કારખાનામાં બફ કામ કરતો મોહિત મુકેશભાઇ સોલંકી (ઉ.વ.૧૮) રાતે દસેક વાગ્યે મોટરસાઇકલ હંકારી જમવાનું લેવા જવા હોટલ તરફ જતો હતો ત્યારે રસ્તામાં રામનગર-૧ના ખુણે પદીયો દેવીપુજકે તેને આંતરી ઝઘડો કરી ધોકાથી માર મારતાં તેમજ પદીયાની માતાએ પણ મારકુટ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
મોહિતના કહેવા મુજબ થોડા દિવસ પહેલા અમારા ઘર પાસે પદીયો છોકરીઓની હાજરમાં અપશબ્દો બોલતો હોઇ તેને મારા ઘર પાસે આવુ કરવાની ના પાડતાં બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી રાતે પોતે જમવાનું લેવા જતો હતો ત્યારે ઓચીંતો હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
(3:48 PM IST)










