<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

કુવાડવા રોડ પરથી હડાળાના પાટીયે રહેતાં મોહસીનને એસઓજીએ ગાંજા સાથે પકડયો

રિક્ષા ડ્રાઇવર અગાઉ ભગવતીપરામાં રહેતો હતોઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કામગીરીઃ એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ, ઇન્‍દ્રજીતસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૪: માદક પદાર્થોથી હેરાફેરીનો વધુ એક વખત શહેર એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂા. ૧ લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ સે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા, આવા પદાર્થનું વેંચાણ-સેવન કરતાં હોય તેવા શખ્‍સોને શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ અને ઇન્‍દ્રજીતસિંહ જાડેજાને બાતમી મળતાં કુવાડવા રોડ ડી માર્ટવાળી શેરીમાં દરોડો પાડી એક શખ્‍સને સકંજામાં લઇ લીધો હતો. તેની તલાસી લેતાં શંકાસ્‍પદ પદાર્થ મળ્‍યો હતો. જે ગાંજો હોવાની ખરાઇ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કરતાં આ શખ્‍સને સકંજામં લીધો હતો. પુછતાછમાં પોતાનું નામ મોહસીન ઇકબાલભાઇ બુકેરા (ઉ.વ.૨૪-રહે. હડાળાના પાટીયે, મોમાઇ હોટેલ પાસે, મોરબી રોડ, મુળ ભગવતીપરા ભારત પાન પાસે નદી કાંઠે) જણાવ્‍યું હતું.

આ શખ્‍સ પાસેથી રૂા. ૧,૦૪,૧૦૦નો ૨.૦૮૨ કિલોગ્રામ ગાંજો કબ્‍જે કરી તેના વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસમાં એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવાયો હતો. રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતો આ શખ્‍સ વેંચવા માટે ગાંજો લાવ્‍યાની પ્રાથમિક વિગતો બહાર આવતાં રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્‍સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ઝાલા, ડ્રા. કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ સહિતે આ કામગીરી કરી હતી. 

(3:22 PM IST)