<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વધુ એક ગેંગને કાયદાનો ગાળીયોઃ રામદેવ ડાંગર, ભરત કુગશીયાની ગેંગ સામે ગુજસીટોક

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ભરત બસીયા અને ટીમની કામગીર

રાજકોટ તા. ૧૬: શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓ અને માથાભારે તત્‍વો સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ગુનાહિત પ્રવળત્તિઓ આચરતી વધુ એક સક્રિય ગેંગના સાગરીતો સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝ્‍ડ ક્રાઇમ) હેઠળ ગુનો નોંધી કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે. ભરત કુગશીયા, રામદેવ ડાંગરની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે.

 આ ગેંગ સાથે સંકળાયેલા અને ગુજસીટોક હેઠળ ગુનામાં  જેને સામેલ કરાયા છે તેમાં સુત્રધાર રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર રહે. વિનાયક વાડીકા સોસાયટી, શેરી નં. ૦૪, માધાપર ચોકડી, જામનગર રોડ), ભરત રઘુભાઈ કુગશીયા રહે. શ્‍યામ બંગ્‍લોઝ, બંગ્‍લોઝ નં. ૦૨, એ.ડી.બી. હોટલની પાછળ, મોરબી બાયપાસ રોડ, રાજકોટ), કુલદીપસિંહ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા રહે. ઘંટેશ્વર પાર્ક, વૈષ્‍ણવ એપાર્ટમેન્‍ટ ૪૦૧, ઘંટેશ્વર પાર્ક હોટલ પાછળ, જામનગર રોડ, રાજકોટ),  સતીષ મેરામભાઈ બાલાસરા (રહે. ઘંટેશ્વર ગામ, ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં, રાજકોટ) અને . જનક મુળુભાઈ ડાંગર રહે. જીવતીકાનગર, શેરી નં. ૦૩, ગાંધીગ્રામ, લાખના બંગલા પાસે, રાજકોટ)નો સમાવેશ થાય છે.

આ ટોળકીનો સુત્રધાર અને સાગરીતો અગાઉ પણ મારામારી, હથિયાર ધારા, તેમજ અન્‍ય ગંભીર સંગઠિત ગુનાહિત પ્રવળત્તિઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે. શહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર આ આખી સિન્‍ડિકેટને તોડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્‍ચે આ તમામ સામે સંયુક્‍ત રીતે ગુજસીટોકનું શષા ઉગામ્‍યું છે. આ મામલે આગળની કાયદેસરની તપાસ અને કડક અટકાયતી પગલાં ભરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે. આ શખ્‍સો સામે છેલ્લા દસ વર્ષમાં કુલ ૩૦ ગુના નોંધાયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીકની સુચના અંતર્ગત ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા અને ક્રાઇમ બ્રાંચની ટીમે આ કામગીરી કરી હતી. એસીપી ભરત બસીયા સતત ૧૦મી આવા ગુનાની તપાસ કરશે. 

(3:59 PM IST)