તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 30th May 2026
શહેરના ૩.૧૧ લાખથી વધુ મિલકત ધારકોએ ર૧પ કરોડનો વેરો ભર્યો
કાલે વેરા વળતર યોજનાનો છેલ્લો દિવસઃ તમામ સિવીક સેન્ટરો ૧૦ થી ર ખુલ્લા રહેશે ૧ જુનથી ૩૦ જુન ૧૦ થી પ ટકા વળતર યોજના

રાજકોટ, તા. ૩૦: મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખઃ ૦૭ એપ્રીલથી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત શરૂ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સેન્ટ્રલ ઝોન દ્વારા રૂ.૬૮.૮૦ કરોડ , વેસ્ટ ઝોન દ્વારા રૂ.૧૦૨.૯૪ કરોડ, ઈસ્ટ ઝોન દ્વારા રૂ.૪૩.૩૫ કરોડની વસુલાત થવા પામેલ છે.જેમાં કુલ ૩,૧૧,૭૬૩ જેટલા મિલકતધારકોએ આ વળતર યોજનો લાભ લઈ,વેરાની ભરપાઈ કરેલ છે.
વળતર યોજના હેઠળ તા.૩૧ સુધી સામાન્ય કરદાતાઓને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે ૧૫ ટકા ડિસ્કાઉન્ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્યાબાદ ૧ થી ૩૦ જુન સુધી મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે ૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
કાલે તા.૩૧ રવિવારના રોજ ત્રણેય ઝોનના સિવિક સેન્ટર સવારે ૧૦ થી ૨ સુધી મિલકતવેરાની વસુલાત માટે કાર્યરત રહેશે જ્યા મિલકતધારકો મિલકત વેરો રોકડેથી કે ચેકથી ભરપાઈ કરી શકશે.
મિલકતવેરામાં ૧૦ ટકાના વળતરની યોજનાનો તા.૩૧ ના રોજ પુરી થનાર હોઈ, શહેરના બાકી મિલકતધારકોને આ યોજનાનો લાભ લેવા જણાવાયું છે.
(4:08 PM IST)










