તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
સરકારી ૩ સ્કુલોનું ૮૦ ટકાથી વધારે પરિણામઃ નાયડુ સ્કુલનું ૧૦૦ ટકા
૬ શાળાનું ધો.૧૦માં ગત વર્ષ કરતા વધ્યુ પરિણામઃ મુરલીધર વિદ્યાલયનું ૬૦.૬૦ ટકા, એકનાથ રાનડે વિદ્યાલયનું ૬૧.૧૧ ટકા, વીર સાવરકરનું ૩૧.૪૩ ટકા તથા મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલયનું ૮૩.૮૭ ટકા રિઝલ્ટ આવ્યું

રાજકોટ, તા.૬: રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલોના ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનું વર્ષ ૨૦૨૬નું પરિણામ જાહેર થયું છે. મનપા સંચાલિત અનેક શાળાઓએ ગત વર્ષની સરખામણીએ વધુ સારું પરિણામ નોંધાવ્યું છે. ખાસ કરીને શ્રીમતી સરોજીની નાયડૂ ગર્લ્સ હાઈસ્કૂલે ૧૦૦ ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
શ્રીમતી સરોજીની નાયડૂ ગર્લ્સ હાઈસ્કૂલમાં ૧૧૦ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીનીઓ પાસ થતાં શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. આ ઉપરાંત ૨૩ વિદ્યાર્થીનીઓએ ૯૦ PR થી વધુ અને ૬૬ વિદ્યાર્થીનીઓએ ૮૦ PR થી વધુ ગુણાંક મેળવ્યા છે. શાળાની ચાર વિદ્યાર્થીનીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી વિશેષ સિદ્ધિ મેળવી છે.
શ્રી પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કૂલનું પરિણામ ૮૮.૨૩ ટકા રહ્યું છે. શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ૯૦ ભ્ય્ થી વધુ ગુણાંક મેળવ્યા છે.
શ્રી મુરલીધર વિદ્યાલયનું પરિણામ ૬૦.૬૦ ટકા રહ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૨.૧૨ ટકા વધુ છે. જ્યારે શ્રી એકનાથ રાનડે વિદ્યાલયે ૬૧.૧૧ ટકા પરિણામ મેળવી ગત વર્ષની તુલનામાં ૯.૯૮ ટકા સુધારો નોંધાવ્યો છે.શ્રી વીર સાવરકર વિદ્યાલયનું પરિણામ ૩૧.૪૩ ટકા રહ્યું છે, જે ગત વર્ષ કરતાં ૯.૨૧ ટકા વધુ છે.
શ્રી મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયે ૮૩.૮૭ ટકા પરિણામ મેળવ્યું છે. શાળાની ચાર વિદ્યાર્થીનીઓએ ૯૦ PR થી વધુ ગુણાંક મેળવ્યા છે. ગત વર્ષની તુલનામાં શાળાના પરિણામમાં ૫.૬૧ ટકાનો વધારો નોંધાયો છે.
મનપા તંત્રએ ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે.(૬.૧૪)
કઇ શાળાનું કેટલું પરિણામ આવ્યું : વિસ્તૃત માહિતી
હાઈસ્કુલનું નામ પરીક્ષા પાસ થયેલ નાપાસ પરીણામની
આપેલ વિદ્યાર્થીઓ થયેલ ટકાવારી
વિદ્યાર્થીઓ (વિદ્યા (વર્ષ-ર૦ર૬)
ર્થીઓ)
શ્રીમતી સરોજીની નાયડૂ ૧૧૦ ૧૧૦ ૦૦ ૧૦૦ ટકા
ગર્લ્સ હાઈસ્કુલ
શ્રી પી. એન્ડ ટી. વી. શેઠ ૩૪ ૩૦ ૦૪ ૮૮.૨૩ ટકા હાઈસ્કુલ
શ્રી મુરલીધર વિદ્યાલય ૩૩ ૨૦ ૧૩ ૬૦.૬૦ ટકા
શ્રી એકનાથ રાનડે વિદ્યાલય ૩૬ ૨૨ ૧૪ ૬૧.૧૧ ટકા
શ્રી વીર સાવરકર વિદ્યાલય ૩૫ ૧૧ ૨૪ ૩૧.૪૩ ટકા
શ્રી મહારાણી લક્ષ્મીબાઈ ૩૧ ૨૬ ૦૫ ૮૩.૮૭ ટકા
કન્યા વિદ્યાલય
એકનાથ રાનડે વિદ્યાલયના શ્રેષ્ઠ વિદ્યાર્થી
શાળાના પ્રથમ ક્રમાંકે ચૌધરી રોહિતકુમાર શંભુવિંદએ ૮૦.૧૬ PR, નિરાヘતિ પૂજા બીજલભાઇએ ૮૦.૦૦ PR, અપારનાર્થી અમનગીરી અશ્વિનગીરીએ ૭૭.૦૦ PR, ગંગવાણી જાનવી સુનીલભાઇને ૭૩.૮૩ PR તથા રાઠોડ કૃણાલ મોહનભાઇએ ૭૦.૦૦ PR પ્રાપ્ત કર્યા છે.(૬.૧૪)
વિર સાવરકરના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ
રાજકોટઃ શાળાના ડેલા અવેશ અબ્દુલભાઇએ ૬૧.૮૫ પી.આર., સનુરા વિરાજ રમેશભાઇએ ૪૫.૭૭ પી.આર., મકવાણા વિશાલ હરેશભાઇએ ૫૨ ટકા, પરમાર ધાર્મિક નિતીનભાઇના ૪૪.૩૩ ટકા તથા સોલંકી અજય મહેશભાઇએ ૪૩.૬૭ ટકા પ્રાપ્ત કર્યા છે.(૨.૧૨)
મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલયની શ્રેષ્ઠ વિદ્યાર્થીનીઓ
રાજકોટ, શાળાના પ્રથમ ક્રમાંકે કિંજલ ચોૈહાણએ ૯૭.૮૯ પીઆર, તેજલ પરમાર એ ૯૬.૮ પીઆર, હિરલ બગડાએ ૯૫.૯ પીઆર તથા રઇશા કઇડાએ ૯૩.૪૪ પીઆર પ્રાપ્ત કરી શાળામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. (૩.૧૬)
મુરલીધર વિદ્યાલયના પ્રથમ પાંચ વિદ્યાર્થી
શાળાના પ્રથમ ક્રમાંકે ટાંક નયન તુષારભાઇએ ૭૪.૪૬ PR , દ્રિતીય મેરિયા ભૂમિકા અશ્વિનભાઇએ ૭૪.૧૮ PR, બામણીયા સાજના દિનેશભાઇ એ ૭૪.૧૮ PR, ડેડાણીયા સુરવી યોગેશભાઇએ ૬૮.૮૧ PR, તેરૈયા અંકિતા નીલેશભાઇએ ૬૬.૧૬ PR, તથા સરવૈયા સાહિલ જીગ્નેશભાઇ એ પ૯.ર૯ PR પ્રાપ્ત કર્યા છે.
(3:59 PM IST)










