<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

જંગલેશ્વર ડિમોલેશનની વીડિયોગ્રાફી પાછળ રૂ.૨૫.૫૦ લાખથી વધુનો ખર્ચ

વીડિયોગ્રાફી માટે રૂ. ૨૨ લાખથી વધુ અને ડ્રોન શૂટિંગ-ફોટોગ્રાફી માટે રૂ.૩.૫૦ લાખથી વધુનું બિલઃ રેટ કોન્ટ્રાક્ટ હેઠળ બાલાજી વીડિયો શૂટિંગ ઍન્ડ ફોટોગ્રાફીને અપાયું કામ

રાજકોટ,તા.૨૭ઃ  જ ંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પાછળ કુલ રૂ.  ૨૫.૫૦ લાખથી વધુનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, માત્ર વીડિયોગ્રાફી માટે રૂ.૨૨ લાખથી વધુનું બિલ ચૂકવવામાં આવ્યું છે. ઉપરાંત ડ્રોન દ્વારા શૂટિંગ અને ફોટોગ્રાફી માટે રૂ. ૩.૫૦ લાખથી વધુનો ખર્ચ નોંધાયો છે.

આ સમગ્ર કામગીરી માટે બાલાજી વીડિયો શૂટિંગ ઍન્ડ ફોટોગ્રાફીને રેટ કોન્ટ્રાક્ટ મારફતે કામ સોંપવામાં આવ્યું હતું. ડિમોલેશન દરમિયાન કાર્યવાહીનું દસ્તાવેજીકરણ, પુરાવા અને રેકોર્ડ જાળવવાના હેતુથી વીડિયો તથા ડ્રોન શૂટિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

(3:49 PM IST)