તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ડેન્ગ્યુ- ચિકનગુનિયા- મેલેરીયાને ડામવા શહેરમાં મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાશેઃ કાલથી ઝુંબેશ
મનપા દ્વારા વન-ડે, વન વોર્ડ કાર્યક્રમઃ તમામ ૧૮ વોર્ડને આવરી લેવાશે : અર્બન ASHA, MPHWઅને ફિલ્ડવર્કરની સરેરાશ ૧૬૨ ટીમો એક સાથે એક જ વોર્ડમાં કામગીરી કરશે

રાજકોટઃ ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોમાં વધારો થવાને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવા માટે ‘‘વન-ડે-વન-વોર્ડ''કાર્યક્રમ હેઠળ સઘન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઝુંબેશ અંતર્ગત શહેરના તમામ૧૮ વોર્ડની મુખ્ય ઓફિસ પરથી કરવામાં આવશે. કાર્યક્રમ મુજબ દરરોજ એક વોર્ડમાં આરોગ્ય વિભાગની તમામ ટીમોને સંયુક્ત રીતે કાર્યરત કરી ટીમ વર્કના આધારે વાહક નિયંત્રણની વિવિધ કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે.
વન- ડે - વન - વોર્ડ કાર્યક્રમમાં તા.૦૪ના વો.નં.૨, તા.૫ ના વો.નં.૪, તા.૬ના વો.નં.૮, તા.૭ના વો.નં.૩, તા.૧૦ના વો.નં.૫, તા.૧૧ ના વો.નં.૯, તા.૧૨ ના વો.નં.૭, તા.૧૩ના વો.નં.૬, તા.૧૪ના વો.નં.૧૦, તા.૧૭ના વો.નં.૧૩, તા.૧૮ના વો.નં.૧૫, તા.૧૯ના વો.નં.૧૧, તા.૨૦ના વો.નં.૧૪, તા.૨૧ના વો.નં.૧૬, તા.૨૪ના વો.નં.૧૨, તા.૨૫ના વો.નં.૧૭, તા.૨૭ના વો.નં.૧૮, તા.૩૧ના વો.નં.૧નો સમાવેશ થાય છે.
આ સમગ્ર અભિયાન દરમિયાનકુલ ૫૧૮ અર્બન ASHA પૈકી જે-તે ઝોનમાં કાર્યરત અર્બન ASHA પોતાના સંબંધિત ઝોનના વોર્ડમાં આયોજન મુજબ કામગીરી કરશે. ઉપરાંત ૧૧૪ MPHW, ૪૦ મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમો સંયુક્ત રીતે પ્રોગ્રામ મુજબના વોર્ડમાં જોડાઈ વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ કામગીરી અસરકારક રીતે કરશે.
(2:56 PM IST)










