<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

મચ્‍છરોનો ત્રાસ વધ્‍યોઃ ડેન્‍ગ્‍યુના ૪ તથા ચિકનગુનીયાનો ૧ કેસ

શહેરમાં શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઉલ્‍ટીના ૧૭૨૯ દર્દીઓ તંત્રના ચોપડે નોંધાયા : મનપા દ્વારા ૧,૩૧,૫૩૦ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૬૮૪ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૦૫ને નોટીસ

રાજકોટ, તા. ૨૮: શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં પાણીજન્‍ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્‍યો છે. કેમ કે, શરદી, તાવ, ઉધરસ સહિતના ૧૭૨૯થી વધુ કેસ નોંધાયા હોય છે. તેમજ મચ્‍છરજન્‍ય રોગચાળાના ૫ કેસ નોંધાયા છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૧ થી ૨૭ સપ્‍ટે.સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના

૧૭૨૯ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૨૪ તેમજ સામાન્‍ય તાવના ૭૧૯ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૮૪ સહિત કુલ ૧૭૨૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૦૦૨૯ તેમજ સામાન્‍ય તાવના ૨૮૪૫૪ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૦૫૫૫ તથા ટાઇફોઇડના ૩૮ તેમજ કમળાના ૪૧ કેસ નોંધાયા છે.

મચ્‍છરજન્‍યના

રોગના પ કેસ

શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્‍છરજન્‍ય એટલે કે મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયાના ૫ કેસ નોંધાયા છે. જેમાં ડેન્‍ગ્‍યુના ૪ તથા ચિકનગુનીયાનો ૧ કેસ નોંધાયો છે. જયારે સીઝનમા ડેનગ્‍યુના ૩૩, મેલેરીયાના ૧૦  તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૦૫ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે  મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૩૧,૫૩૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ  છે તથા ૬૮૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૦૫ લોકોને નોટીસ આપવામાં આવી હતી.(૨

(2:58 PM IST)