તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MoU
પ્લેસમેન્ટ, સેમિનાર, વર્કશોપ અને ટ્રેનિંગના માધ્યમથી વિદ્યાર્થીઓને મળશે વૈશ્વિક અને વ્યાવસાયિક તકો

રાજકોટઃતા.ર૭,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા વિદ્યાર્થીઓની પ્રાયોગિક તાલીમ અને રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી એક સીમાચિહ્રનરૃપ પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં સમાજકાર્ય ભવન દ્વારા ચાર પ્રતિષ્ઠિત સંસ્થાઓ–કે.એસ.પી.સી. (KSPC), સેવા ભારતી, સિનર્જી હોસ્પિટલ અને ગોકુલ સ્નેકસ પ્રાઇવેટ લિમિટેડ સાથે સામૂહિક સંમતિ પત્ર (MoU) પર સત્ત્।ાવાર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. (MoU)અંતર્ગત આગામી સમયમાં બંને પક્ષો વચ્ચે શૈક્ષણિક સેમિનારો, વ્યવસાયિક વર્કશોપ અને ફિલ્ડ વર્ક ટ્રેનિંગ (તાલીમ)નું વ્યાપક સ્તરે આયોજન કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓની વ્યાવસાયિક સક્ષમતા વધારવામાં સીમાચિહ્ન સાબિત થશે.
આ પ્રસંગે યુનિવર્સિટીના IQAC માંથી ડો. સંજયભાઈ મુખર્જી, MBA ભવનના હેડ ડો. હિતેશ શુકલા, ઇલેકટ્રોનિકસ ડિપાર્ટમેન્ટના હેડ ડો. મહેશ જીવાણી તેમજ આરોગ્ય વિભાગમાંથી ડો. જયંતીભાઈ જીવાણી વિશેષ ઉપસ્થિત રહી ભવનના આ સાહસિક પ્રયાસને બિરદાવ્યા હતા.
કરારબદ્ઘ થયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તરીકે કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકિટવિટી કાઉન્સિલમાંથી પ્રમુખ હસુભાઈ દવે, સેક્રેટરી ડી. જી. પંચમીયા તથા કચેરી અધીક્ષક ભરત રાબા ઉપસ્થિત રહ્યા હતા.
જયારે આરોગ્ય ક્ષેત્રે સિનર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્ટાર સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. સુરસિંહ બારડ તેમજ સિનિયર મેનેજર કોર્પોરેટ શકિતસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.
ઔદ્યોગિક ક્ષેત્રે ગોકુલ સ્નેકસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હેડ - હ્યુમન રિસોર્સિસ, લીગલ એન્ડ એડમિન પ્રદીપભાઈ ધાધલ તેમજ આસિસ્ટન્ટ જનરલ મેનેજર HR રાજનભાઈ કાલરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેવા ભારતીમાંથી નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુગલપરા, નિમેશભાઈ અને રાજેન્દ્રભાઈ ગઢવી હાજર રહ્યા હતા.
(3:05 PM IST)










