<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

જેસીબીની ઠોકરે બાઇક ચડી જતાં માળીયા મિંયાણાના ધુંધણ ગામના મુકેશભાઇનું મોત

બાઇક હંકારી દિકરાને તેડવા જતાં હતાં ત્‍યારે બનાવઃ રાજકોટમાં મૃત્‍યુ થયું

રાજકોટ તા. ૨૭: મોરબીના માળીયા મિંયાણા તાબેના ધુંધણ ગામ નજીક જેસીબીના ચાલકે બાઇકને ઠોકરે લેતાં ધુંધણ ગામના બાઇકચાલક આધેડનું ગંભીર ઇજા થતાં મોત થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ માળીયા મિંયાણા તાબેના ધુંધણ ગામે રહેતાં મુકેશભાઇ હરખાભાઇ દલવાણીયા (ઉ.વ.૪૫) ગઇકાલે રાતે સાડા આઠેક વાગ્‍યે બાઇક હંકારીને જતાં હતાં ત્‍યારે ધુંધણ અને કૃષ્‍ણનગર વચ્‍ચેના રસ્‍તા પર અજાણ્‍યા જેસીબીના ચાલકે ઠોકરે ચડાવતાં વાહન સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામતનાર મુકેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ચાર ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. મુકેશભાઇ તેના દિકરા રૂપેશને નજીકના ગામે તેડવા જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં આ બનાવ બન્‍યો હતો.

(2:24 PM IST)