<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

મનપાનું બુલડોઝર ધણધણ્‍યું : કટારીયા ચોકડી, નાનામવા વિસ્‍તારમાં ૩૯ કાચા-પાકા બાંધકામોનો કડુસલોઃ ૬૮.૯૭ કરોડની જમીન ખુલ્લી

પ્રકાશ સોસાયટીમાં એક ગેરકાયદેસર બાંધકામ હટાવાયું: કટારીયા ચોકડી પાસે ૭ થી ૮ ઝુંપડા, ૧ મકાન તથા નાનામવા વિસ્‍તારમાં ટી.પી.રોડ પરના ૩૦ વાણીજય અને રહેણાંક બાંધકામો તોડી પડાયા

રાજકોટ, તા. ૧રઃ મ્‍યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારમાં ગેરકાયદે બાંધકામ હટાવવા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્‍વયે આજે બપોરે કાલાવડ રોડ, નાનામવા તથા પ્રકાશ સોસાયટી સહિતના વિસ્‍તારમાં કુલ ૩૯ કાચા-પાકા બાંધકામો તોડિ પાડી ૬૮.૯૭ કરોડની ૬ર૭૧ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મ્‍યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ રોજ તા. ૧ર ના દ્વારા કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામોને દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાંઆવેલ. જેમાં વોર્ડ નં. ૧૧ ટી.પી. સ્‍કીમ નં. ૧૦ મોટામવા, અંતિમખંડ નં. ૭૯/એ (પાર્કિંગ), કટારીયા ચોકડી, મોટામવા તાલુકા પોલીસ સ્‍ટેશન સામે, કાલાવડ રોડ પરના ૧-મકાન ૭ થી ૮ ઝુંપડા, ટી.પી. સ્‍કીમ નં. ર૦ નાનામવા, ૧૮.૦૦ મી. ટી.પી. રોડ, ભીમનગર ૮૦ રોડ, નાનામવાના ૩૦ વાણીજય/રહેણાંક બપોરના તથા વોર્ડ નં. ૧૦ પ્રકાશ કો.ઓ.હા. સોસાયટી, રૈયા રોડ પર કબજા/ વપરાશમાં આવેલા ઉપરોકત સ્‍થળે દર્શાવેલ મિલ્‍કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્‍યાને આવતા અત્રેથી કલમ-ર૬૦ (૧) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસામીશ્રી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં ન આવતા. અત્રેથી હિયરીંગ કર્યા બાદ આજરોજ મંજુર કરાવેલ બિલ્‍ડીંગ પ્‍લાન વિરૂધ્‍ધનું વધારાનું કરવામાં આવેલ બાંધકામ  અંદાજીત ૪.૦૦ ચો.મી.નું બાંધકામ  સહિત કુલ ૩૯ ેગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્‍યા હતા.

આ ડીમોલીકેશનના ટાઉન પ્‍લાનીંગ શાખા-વેસ્‍ટ ઝોન, ટાઉન પ્‍લાનર, આસી. ટાઉન પ્‍લાનર તથા તમામ આસી. એન્‍જીનીયર, એડી. આસી. એન્‍જીનીયર, સર્વેયર અને વર્ક આસિસ્‍ટન્‍ટ તેમજ અન્‍ય જુદી-જુદી શાખાઓ જેવી કે જગ્‍યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજિલન્‍સનો પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(3:08 PM IST)