તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
મનપા પછાત વર્ગ કર્મચારી મંડળ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓનો કાલે સન્માન સમારોહ
સાંજે ૬:૩૦ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કાર્યક્રમઃ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

રાજકોટ, તા.૮: શહેરમાં પછાત વર્ગ મ્યુનિ. કર્મચારી મંડળ દ્વારા આગામી કાલે તા. ૮ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં શહેરના વિવિધ મહાનુભાવો અને જન-તિનિધિઓની ઉપસ્થિતિમાં પદાધિકારીઓનું સન્માન કરવામાં આવશે.
સમારોહમાં મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયા, શાસન પક્ષ નેતા હિરેનભાઈ ખીમાણીયા તથા દંડક સંજયસિંહ રાણાનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના પ્રભારી કશ્યપ શુક્લ, શહેર પ્રમુખ માધવભાઈ દવે, કોર્પોરેટરો રાજુભાઈ અધેરા, સંજયભાઈ સાગઠીયા, ધર્મેન્દ્રસિંહ પરમાર, દક્ષાબેન વાઘેલા સહિતના આગેવાનો અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
પછાત વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ અશોકભાઈ રાઠોડ, વિરલભાઈ ચાવડા, મહેન્દ્રભાઈ ભોજાણી, નરેન્દ્રભાઈ પરમાર, અશોકભાઈ સોલંકી અને મહેશભાઈ મકવાણાએ કર્મચારી પરિવાર તેમજ શુભેચ્છકોને મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે.
(2:42 PM IST)










