તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
મનપા દ્વારા ફેરિયાઓ માટે પેન્ડીંગ તથા નવી લોન માટે કેમ્પ
સવારે ૧૦ થી સાંજે પ વાગ્યા સુધી મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાસે આયોજન

રાજકોટ, તા. ૧ર : તા. ૧૩ ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMSVANidhi યોજના અંતર્ગત બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ તેમજ નવી લોન અરજીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ (આધાર નંબર સાથે લીંક હોય તે) ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, UPI આઈ.ડી., ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે તા.૧૩/મે ના શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે રાજકોટ ખાતે સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી આ PMSVANidhi યોજનામાં પેન્ડીંગ રહેલ અરજીઓ મંજુર થાય તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંકના અધિકારીશ્રી પણ સ્થળ ખાતે હાજર રહેશે તેમજ નવી અરજી કરવા ઈચ્છતા લાભાર્થીઓ માટે સ્થળ પર જ નવી એપ્લીકેશન કરવામાં આવશે.
આ યોજનાનો લાભ મહતમ ફેરિયાઓને મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે. આ યોજનાના લાભથી વંચિત રહેલ ફેરીયાઓને લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
(2:57 PM IST)










