તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
મનપા દ્વારા ૨૧૪૮ લાભાર્થીઓને સિકયુરીટી વિના લોન અપાઇ
શેરી ફેરીયાઓ માટે ત્રણ તબક્કામાં વિતરણ

રાજકોટ, તા.૨૦: ભારત સરકારશ્રી દ્વારા COVID-19 થી અસરગ્રસ્ત ‘‘શેરી ફેરિયાઓ માટેPM SVANidhi (PM Street Vendors AtmaNirbhar Nidhi) યોજના થકી તેઓની આજીવિકા પુનઃ સ્થાપિત કરી શકે તે હેતુથી ર્વકિંગ કેપિટલ લોન મળી રહે તે માટે ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા PM SVANidhi યોજના માર્ચ-૨૦૩૦ સુધી લાગુ કરવામાં આવેલ છે.
જેના ભાગ રૂપે‘‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીમાં ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PM SVANidhi યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી તબક્કાવાર ર્વકિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.
PMSVANidhi યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં ફેરી પ્રકારનો વ્યવસાય કરતા શેરી ફેરીયાઓને છેલ્લા ત્રણ માસ દરમિયાન પ્રથમ તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો એમ કુલ ૨૧૪૮ લાભાર્થીઓને સિકયુરીટી વિના લોન મળેલ છે. તેમજ સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારશ્રીની અન્ય યોજનાઓમાં શેરી ફેરિયાઓ તેમજ પરિવારજનો એમ કુલ-૧૩૦૦ લોકોને લાભ મળેલ છે
હજુ પણ આ યોજનાના લાભથી વંચિત રહેલ ફેરી પ્રકારનો વ્યવસાય કરતા રાજકોટ શહેરના લાભાર્થીઓને NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, UPI આઈ.ડી., ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે કચેરીનો સંપર્ક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. યાદીમાં જણાવાયુ છે.
(2:35 PM IST)










