તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 5th October 2026
દિવાળીના તહેવારોમાં સિઝનલ ધંધા માટે મનપા સાત ટી.પી. પ્લોટ ભાડે આપશે
તા.૩૦ ઓક્ટોબરથી ૮ નવેમ્બર સુધી દસ દિવસ માટે જગ્યા ફાળવાશેઃ તા.૨૧ ઓક્ટોબરે જાહેર હરરાજી યોજાશે

રાજકોટ, તા.૫: આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સિઝનલ વ્યવસાય માટે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના સાત ટી.પી. પ્લોટ ભાડે આપવા જાહેર હરરાજી યોજવામાં આવશે. આ પ્લોટ વિવિધ વિસ્તારોમાં સિઝનલ ધંધા માટે સ્ટોલ ભા કરવા ફાળવવામાં આવશે.
મનપા દ્વારા નાનામવા સર્કલ ખાતે આવેલ ટી.પી. પ્લોટ, અમીન માર્ગના ખૂણા પરનો ટી.પી. પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ પાસેનો પ્લોટ, પૂજ્ય પ્રમુખસ્વામી ઑડિટોરિયમની બાજુનો ટી.પી. પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ સામેનો પ્લોટ, રાજનગર મેઇન રોડ પર હોન્ડાના શોરૂમ સામેનો ટી.પી. પ્લોટ તેમજ મવડી ટી.પી. નં. ૨૯, એફ.પી. નં. ૪/એમાં સુવર્ણભૂમિની બાજુમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલ ટી.પી. પ્લોટ ભાડે આપવામાં આવશે.
આ તમામ જગ્યાઓ તા. ૩૦ ઑક્ટોબરથી ૮ નવેમ્બર, ૨૦૨૬ સુધી કુલ દસ દિવસ અથવા જરૂરિયાત મુજબ વધુ દિવસો માટે ફાળવવામાં આવશે. આ અંગેની જાહેર હરરાજી તા. ૨૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે ડૉ. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે યોજાશે. હરરાજીમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ એસ્ટેટ શાખામાંથી નિયત નમૂનાનું ફોર્મ અને શરતોની વિગતો મેળવીને રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે રૂ.૩.૧૦ લાખની ડિપોઝિટ ભરવાની રહેશે. ડિપોઝિટ ભરપાઈ નહીં કરનાર વ્યક્તિ હરરાજીમાં ભાગ લઈ શકશે નહીં, તેમ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું છે.
(3:16 PM IST)










