News of Friday, 13th November 2026
મનપાનું ૨૦મીએ જનરલ બોર્ડઃ ૨૨ પ્રશ્નોથી તંત્રની કસોટી
ભાજપના પાંચ અને કોંગ્રેસના ચાર કોર્પોરેટરના ૧૧-૧૧ પ્રશ્નોઃ બોર્ડમાં પ્રથમ સંજયભાઈ ચાવડાના પ્ર્રશ્નથી ચર્ચાનો પ્રારંભ થશે

રાજકોટ,તા.૧૩: મ્યુનિ.કોર્પોરેશનની સમગ્ર સભાની સામાન્ય બેઠક આગામી તા. ૨૦ નવેમ્બરના શુક્રવારે સવારે ૧૧ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના બીજા માળે આવેલા શ્રી રમેશભાઈ છાયા સભાગળહમાં મળશે. જનરલ બોર્ડમાં વિવિધ ચાર દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી મંજૂરી મળ્યે તાકીદના કામકાજને પણ હાથ ધરવામાં આવશે.
જનરલ બોર્ડની પ્રશ્નોત્તરી માટે કુલ નવ કોર્પોરેટરોએ ૨૨ પ્રશ્નો રજૂ કર્યા છે. તેમાં ભાજપના પાંચ કોર્પોરેટરોએ ૧૧ અને કોંગ્રેસના ચાર કોર્પોરેટરોએ પણ ૧૧ પ્રશ્નો પૂછયા છે. આમ સંખ્યાબળમાં ભાજપ આગળ હોવા છતાં પ્રશ્નોની બાબતમાં કોંગ્રેસે શાસક પક્ષની બરાબરી કરી છે.
બોર્ડની પ્રશ્નોત્તરીમાં સૌથી પહેલો પ્રશ્ન સંજયભાઈ ચાવડાનો લેવામાં આવશે. તેમણે કુલ બે પ્રશ્નો રજૂ કર્યા છે. ત્યારબાદ ક્રમ અનુસાર અન્ય કોર્પોરેટરોના પ્રશ્નો હાથ ધરાશે. સૌથી વધુ ત્રણ-ત્રણ પ્રશ્નો પૂછનારા પાંચ કોર્પોરેટરો છે.
જનરલ બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા શહેરની પ્રાથમિક સુવિધાઓ, નાગરિક પ્રશ્નો અને મહાપાલિકાની કામગીરીને લગતા મુદ્દા ઉઠાવવામાં આવે તેવી શકયતા છે. પ્રશ્નોત્તરી દરમિયાન શાસક અને વિપક્ષના કોર્પોરેટરો તંત્ર પાસેથી કેવા જવાબો માગે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.
કોમ્યુનિટી હોલ- પાર્ટી પ્લોટના નિયમોમાં થશે ફેરફાર
આગામી બોર્ડમાં ૪ દરખાસ્તો અંગે થશે નિર્ણય
રાજકોટઃ આગામી ૨૦મીએ મળનાર જનરલ બોર્ડમાં મહાપાલિકા દ્વારા વર્ષ ૧૯૮૩માં મંજૂર કરાયેલા મચ્છર તથા અન્ય જીવાતોની ઉત્પત્તિ સામે ઉપચારાત્મક અને પ્રતિબંધાત્મક પગલાંને નિયંત્રિત કરતા બાયલોઝમાં જરૂરી સુધારા કરવા અંગે નિર્ણય લેવાશે. જુબિલન્ટ ડાયાલિસિસ ફાઉન્ડેશન-રાજકોટને તેની દૈનિક પ્રવળત્તિ માટે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વધુ રૂમ ફાળવવા મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટના ઉપયોગ માટેના હાલના નિયમોમાં સુધારો કરવા તથા શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિની નિમણૂક કરવા સહિતના ૪ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે.

(3:29 PM IST)










