તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ચોમાસા પૂર્વે મનપાનો એક્શન પ્લાન તૈયાર, અધિકારીઓને શિફ્ટવાર ફરજ સોંપાઈ
મુશળધાર વરસાદ, પાણી ભરાવા અને બચાવ-રાહત કામગીરી માટે ICCC ખાતે સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરતઃ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જવાબદારીઓ ફાળવી

રાજકોટ, તા.,૪: ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવા સહિતની સમસ્યાઓ સામે ઝડપી અને અસરકારક કામગીરી સુનિヘતિ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. કમિશનર તુષાર સુમેરાએ ચોમાસા પૂર્વે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજી બાદ વિવિધ વિભાગોના અધિકારીઓને દિવસ અને શિફ્ટ મુજબ ફરજો ફાળવતા આદેશો કર્યા છે.
ચોમાસાની ઋતુ દરમિયાન ફાયર બ્રિગેડનો સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમ હાલ નાનામવા રોડ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે. સવારે ૬થી બપોરે ૨, બપોરે ૨થી રાત્રે ૧૦ અને રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી ત્રણ શિફ્ટમાં અધિકારીઓની ફરજ ગોઠવવામાં આવી છે.
નિયુક્ત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન બચાવ અને રાહત કામગીરીનું સંકલન, સુપરવિઝન, નાયબ કમિશનર (હેડક્વાર્ટર)ને રિર્પોટિંગ, રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર કચેરી તથા અન્ય સરકારી એજન્સીઓ સાથે સંકલન તેમજ જાનમાલના નુકસાન અંગેનો અહેવાલ મોકલવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા નાયબ કમિશનરો તથા ઝોનલ અધિકારીઓને સમગ્ર રાહત અને બચાવ કામગીરી પર દેખરેખ, નિયંત્રણ અને રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સાથે સતત સંકલન રાખવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
આ ઉપરાંત એડિશનલ સિટી ઇજનેર અને ઇજનેરી વિભાગના અધિકારીઓને કંટ્રોલ રૂમનું સંચાલન, ટેકનિકલ સ્ટાફની શિફ્ટવાર વ્યવસ્થા, ટ્રક, ટ્રેક્ટર અને મજૂરોની ઉપલબ્ધતા, ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પડતા ખાડા તાત્કાલિક પુરવા, ભયગ્રસ્ત મકાનો અંગે ત્વરિત કાર્યવાહી કરવા તેમજ જરૂરિયાત મુજબ વિશેષ ટીમો અને એજન્સીઓની નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી છે.
મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરો, ફૂડ વિભાગના અધિકારીઓ અને તમામ વોર્ડ ઓફિસરોને પણ ચોમાસા દરમિયાન તેમની કામગીરી મુજબ અલગ-અલગ જવાબદારીઓ સોંપી શહેરમાં વરસાદી સ્થિતિ સામે ઝડપી પ્રતિસાદ સુનિヘતિ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
(2:48 PM IST)










