તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
વરસાદ વચ્ચે પણ રસ્તા સમતળ રાખવા મનપાની કવાયતઃ ૮૦ ફૂટ રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ

રાજકોટઃ શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ૮૦ ફૂટ રોડના સોરઠીયાવાડી વિસ્તારમાં પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદ વચ્ચે જ કર્મચારીઓ રોડ પર પડેલા ખાડાઓમાં મેટલ-મિશ્રણ ભરી તેને સમતળ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. શહેરના મુખ્ય માર્ગોને સલામત અને વાહનવ્યવહાર માટે સુગમ રાખવાના હેતુથી મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં આવા મરામત કામો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. (તસવીરઃ અશોક બગથરીયા)
(2:45 PM IST)










