તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
મનપાનું સોમવારે જનરલ બોર્ડઃ કોંગ્રેસ-ભાજપના ધગધગતા ૬૩ પ્રશ્નોથી અધિકારીઓમાં દોડધામ
કોંગ્રેસના નગર સેવકોએ આજી રિવરફ્રન્ટથી જંગલેશ્વર ડિમોલીશન સુધી માગ્યો હિસાબઃ ભાજપના કોર્પોરેટર દિલિપ લુણાગરીયાના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ,તા.૧૮: મ્યુનિસિપલ કોર્પોરેશનનું દર મહિને મળતું જનરલ બોર્ડ સોમવારે સવારે મળશે. આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ કુલ ૬૩ જેટલા પ્રશ્નો રજૂ કર્યા છે. સમય મર્યાદા ન હોવાથી પ્રશ્નોત્તરી સાંજ સુધી ચાલે તેવી શકયતા છે, જેના કારણે વિવિધ વિભાગોના અધિકારીઓને જવાબો તૈયાર કરવામાં ભારે દોડધામ કરવી પડી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનની માસિક સાધારણ સભા આગામી ર૦ ના સોમવારે ૧૧:૧પ કલાકે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભા ગૃહમાં મેયર નેહલ શુકલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ બોર્ડની પ્રશ્નોતરીનો પ્રારંભ.
બોર્ડની કાર્યવાહી ભાજપના હાઉસિંગ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયાના ટીપી વિભાગના પ્રશ્નોથી શરૂ થશે.
બીજી તરફ કોંગ્રેસના માત્ર સાત કોર્પોરેટરોમાંથી પાંચ કોર્પોરેટરોએ મહત્વના અને ચર્ચાસ્પદ મુદ્દાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
આજી રિવરફ્રન્ટ અને
૭૫૦ કરોડની ગ્રાન્ટનો
હિસાબ માંગ્યો
કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદણીએ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં જાહેર કરાયેલા આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની હાલની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમણે ૭૫૦ કરોડ રૂપિયાની મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી કેટલું કામ થયું, બજેટમાં વર્ષવાર કેટલી જોગવાઈ કરવામાં આવી અને કેટલો ખર્ચ થયો તેનો વિગતવાર હિસાબ માંગ્યો છે. સાથે જ તમામ વિભાગોના વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ અને ભંગાર વેચાણની નીતિ અંગે પણ માહિતી માગી છે.
જંગલેશ્વર ડિમોલીશન, સુલભ શૌચાલય અને પ્રિ-મોન્સૂન કામગીરી મુદ્દે સવાલો
મનીષાબેન રોજાસરાએ મહાપાલિકામાં ખાલી પડેલી અધિકારીઓની જગ્યાઓ, ઇન્ચાર્જ અધિકારીઓની સંખ્યા, વોર્ડ-૧૫માં મેયરના લોકદરબારમાં આવેલા પ્રશ્નો અને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે માહિતી માગી છે.
દિપ્તીબેન સોલંકીએ વોર્ડ-૧૬ના જંગલેશ્વર ડિમોલીશન પાછળ થયેલા ખર્ચ, બાકી ચૂકવણાં, રેટ કોન્ટ્રાક્ટની વિગતો તેમજ તોડી પાડવામાં આવેલા પાંચ સુલભ શૌચાલયના વિકલ્પ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉપરાંત ચાલુ ચોમાસામાં કેટલા રસ્તાઓ ધોવાઈ ગયા તેનો પણ હિસાબ માંગ્યો છે.
અર્જુનભાઈ ચૌહાણે જંગલેશ્વર ડિમોલીશનના બિલોની વિગતો, વર્ષ ૨૦૧૭થી ૨૦૨૬ સુધી મહાપાલિકાના બાકી બિલો તથા વોર્ડ-૧૮માં થયેલી પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સવાલો પૂછયા છે.
ઈબ્રાહીમભાઈ સોરાએ વોર્ડ-૧૬માં આજી રિવરફ્રન્ટ માટે નદીકાંઠે કેટલા ડિમોલીશન કરવામાં આવ્યા, અસરગ્રસ્તોને ભાડા સહાય સહિત કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી તેની માહિતી માંગતા પ્રશ્નો રજૂ કર્યા છે.
કોંગ્રેસ દ્વારા ખાસ કરીને આજી રિવરફ્રન્ટ, જંગલેશ્વર ડિમોલીશનનો ખર્ચ, રેટ કોન્ટ્રાક્ટ અને બાકી ચૂકવણાં જેવા મુદ્દાઓ પર વિગતવાર હિસાબ માંગવામાં આવતા મહાપાલિકાના અધિકારીઓમાં જરૂરી માહિતી એકત્ર કરવા દોડધામ શરૂ થઈ છે.
મ્યુનિ.કોર્પોરેશનની આગામી ૨૦ જુલાઈએ યોજાનારી જનરલ બોર્ડ બેઠકમાં શહેરના વિવિધ સ્થળોના નામકરણ સંબંધિત ચાર મહત્વની દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. તેમાં જામનગર રોડ પર આવેલા નવા ફોરલેન સાંઢિયા રેલવે ઓવરબ્રિજને ડો. શ્યામાપ્રસાદ મુખરજીનું નામ આપવાની દરખાસ્ત મુખ્ય આકર્ષણ બની છે. સમાજ કલ્યાણ સમિતિએ આ દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ હવે તેને અંતિમ મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. ઉપરાંત પોપટપરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલી બે આવાસ ટાઉનશીપને પૂર્વ મેયર જનકભાઈ કોટક અને ગોધુમલ આહુજાના નામ આપવાની દરખાસ્ત પણ એજન્ડામાં સામેલ છે. આ ઉપરાંત વોર્ડ નં. ૧૦માં કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડને જોડતા માર્ગને ‘‘સિદ્ધિવિનાયક ગણપતિ રાજા માર્ગ'' તરીકે ઓળખ આપવામાં આવશે, જ્યારે વોર્ડ નં. ૧૧માં મવડી ગામ-રામધણ આશ્રમ રોડ પર સાવન એપાર્ટમેન્ટ સામે આવેલા ચોકનું નામ પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા ચોક રાખવાની દરખાસ્ત પણ રજૂ થશે. ૨૦ જુલાઈએ સવારે ૧૧ વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા શ્રી રમેશભાઈ છાયા સભાગળહમાં યોજાનારી બેઠકમાં આ ચાર દરખાસ્તો ઉપરાંત મેયર ડો. નેહલ શુક્લ દ્વારા કોઈ તાકીદની (અર્જન્ટ બિઝનેસ) દરખાસ્ત રજૂ કરવામાં આવશે તો તેના પર પણ નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન મેયર ડો. નેહલ શુક્લે દર બે મહિને મળતી બોર્ડ બેઠકની પરંપરા બદલી દર મહિને બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. સાથે જપ્રશ્નોત્તરી માટેની સમયમર્યાદા દૂર કરવામાં આવતા તમામ કોર્પોરેટરોના ્પ્રશ્નો પર વિસ્તળત ચર્ચા અને જવાબ આપવામાં આવે છે. ગત બોર્ડ બેઠક લગભગ છ કલાક સુધી ચાલી હતી.
(3:43 PM IST)










