તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
મનપાની શાળા ધુરંધર સાબીતઃ સરોજીની નાયડુનું ૧૦૦%, શેઠ હાઇસ્કુલનું ૮૦% પરિણામ
કોર્પોરેશન સંચાલીત હાઇસ્કુલોનું ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સર્વોતમ પ્રદર્શન ગર્લ્સ હાઇસ્કુલનું છેલ્લા ૩ વર્ષથી સતત ૧૦૦ ટકા પરિણામઃ શેઠ હાઇસ્કુલના ૯૦.૬૦ પીઆર મેળવનાર સાધુ નયનના પિતા દરજી કામ કરે છે અને ૯૭.૫૫ પી.આર. લાવનાર વિવેક ભુપતાણીના પિતા કટલેરીની લારી ચલાવે છે

રાજકોટ તા.૪: મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ ૧૨ નું ૧૦૦% તેજસ્વી પરિણામઃ શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૮૦.૨૦% ટકા પરિણામ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાએ છેલ્લા ૩ વર્ષથી સતત ૧૦૦ ટકા પરિણામ જાળવી રાખ્યું
મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલએ શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ ૧૨ ના પરીક્ષા પરિણામોમાં શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાએ ૧૦૦ ટકા પરિણામ અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ શાળાએ ૮૦.૨૦% ટકા પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે સમગ્ર શહેર માટે ગર્વની વાત છે.
શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ
આ વર્ષે શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાના કુલ ૧૦૭ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી અને તમામ ૧૦૭ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. પરિણામે શાળાનો કુલ પરિણામ દર ૧૦૦ ટકા નોંધાયો છે. એક પણ વિદ્યાર્થી નાપાસ ન થતા શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનની અસરકારકતા સ્પષ્ટ થાય છે. વિદ્યાર્થીનીઓના પ્રદર્શનની વિશેષતા તરીકે ૮૦ PR થી વધુ ગુણ મેળવનારા ૫૭ વિદ્યાર્થીઓ છે, જ્યારે ૯૦ PR થી વધુ ગુણ મેળવનારા ૪૦ વિદ્યાર્થીઓએ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. આ આંકડા શાળાના મજબૂત શૈક્ષણિક ધોરણ અને સતત પ્રયત્નોની સાબિતી આપે છે. ગત વર્ષમાં પણ શાળાનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું હતું અને આ વર્ષે પણ તે જ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ રીતે સતત ગુણવત્તાસભર શિક્ષણ આપીને શાળાએ સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિઓમાં, શાળાએ છેલ્લા ૩ વર્ષથી સતત ૧૦૦ ટકા પરિણામ જાળવી રાખ્યું છે, જે શાળાની શૈક્ષણિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વર્ષે ઉમરાણિયા ક્રિષાએ ૯૯.૯૯ PR મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ઉપરાંત, કુલ ૧૨ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી ઉત્કળષ્ટ પ્રદર્શન કર્યું છે.
શ્રી પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ
આ વર્ષે પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ શાળાના કુલ ૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ ૭૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ૧૯ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામે શાળાનો કુલ પરિણામ દર ૮૦.૨૦ ટકા નોંધાયો છે. માર્ચ-૨૦૨૫માં શાળાનું પરિણામ ૭૫્રુ હતું જે આ વર્ષે વધીને ૮૦.૨૦% આવ્યું છે.
આ સિદ્ધિ પાછળ શાળાના શિક્ષકોનો અવિરત પ્રયત્ન, વિદ્યાર્થીઓની મહેનત અને માતા-પિતાનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને યોગ્ય માર્ગદર્શનથી આવી સિદ્ધિઓ શકય બની છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવી જ શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
(3:59 PM IST)










