<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

મનપાની તીજોરી છલોછલઃ ૧પ૩ કરોડ એડવાન્‍સ વેરાની આવક

૧૮.૩૦ કરોડનું વળતર અપાયુઃ વેસ્‍ટ ઝોન ૭ર કરોડ સાથે મોખરેઃ ર.૪૩ લાખ કરદાતાઓમાંથી ૭૬ ટકા લોકોએ ઓનલાઇન વેરો ચુકવ્‍યોઃ ૩૧ મે સુધી ૧૦ થી ૧પ ટકા ડિસ્‍કાઉન્‍ટ

રાજકોટ, તા. ૧૮: મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ મિલ્‍કતવેરા તથા પાણી વેરોમાં આજદિન સુધીમાં કુલ-૨,૪૩,૯૯૩ કરદાતા દ્રારા રૂ.૧૫૨.૯૬ કરોડની આવક થવા પામી છે. કુલ ૧,૮૬,૨૫૩ કરદાતા દ્વારા ઓનલાઇન રૂ. ૧૧૧.૨૧  કરોડ તથા ૫૭,૭૩૧ કરદાતા દ્વારા ચેક તથા રોકડા થી રૂ. ૪૧.૭૪ કરોડની ભરપાઈ કરીઃ જેમાં કુલ વેરામાં ૧૮.૩૦ કરોડ જેટલી રકમનું ડિસ્‍કાઉન્‍ટ એડવાન્‍સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ મિલ્‍કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા. ૦૭ વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખઃ-૧૮-૦૫-૨૦૨૬ના રોજ  કુલ ૨,૪૩,૯૯૩ કરદાતા દ્રારા રૂ. ૧૫૨.૯૬ કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ ૧,૮૬,૨૫૩ કરદાતા દ્વારા ઓનલાઇન રૂ. ૧૧૧.૨૧  કરોડ તથા ૫૭,૭૩૧  કરદાતા દ્વારા ચેક તથા રોકડા થી રૂ. ૪૧.૭૪ કરોડ આવક થયેલ છે. આ કુલ વેરામાં ૧૮.૩૦ કરોડ જેટલી રકમનું ડિસ્‍કાઉન્‍ટ એડવાન્‍સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.

ગયાવર્ષની સરખામણીમાં આજદિન સુધીમાં સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તારમાં રૂ.૪૭.૧૫ કરોડની સામે ચાલુ વર્ષમાં રૂ.૪૮.૪૫ કરોડ, ઈસ્‍ટ ઝોન વિસ્‍તારમાં રૂ.૩૧.૮૫ કોરડની સામે ચાલુ વર્ષમાં રૂ.૩૨.૦૩ કરોડ અને વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં રૂ.૬૯.૦૧ કરોડની સામે ચાલુ વર્ષમાં ૭૨ કરોડ, આમ કુલ ગયા વર્ષે આજદિન સુધીમાં રૂ.૧૪૮ કરોડની સામે ચાલુ વર્ષ રૂ.૧૫૨.૯૬ કરોડના વેરાની ભરપાઈ કરવામાં આવેલ છે. 

આ ડિસ્‍કાઉન્‍ટ યોજના હેઠળ ૩૧-૦૫-૨૦૨૬ સુધી સામાન્‍ય કરદાતાઓને ૧૦% ડિસ્‍કાઉન્‍ટ અને મહિલાઓ માટે ૧૫% ડિસ્‍કાઉન્‍ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્‍યાબાદ ૧ જુન ૨૦૨૬ થી ૩૦ જુન ૨૦૨૬ સુધી મહિલાઓ માટે ૧૦% ડિસ્‍કાઉન્‍ટ અને સામાન્‍ય કરદાતા માટે ૫% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા નમ્ર અરજ કરવામાં આવે છે.

(3:15 PM IST)