<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

૮૪ વર્ષની સુરતની વૃદ્ધાનું મર્ડર મૂળ રાજકોટની ૩૫ વર્ષની મહિલા દ્વારા થયાંનો પોલિસ તપાસમાં વિસ્‍ફોટ : એસીપી વી. આર. મલ્‍હોત્રા

એકલા રહેતા માજીનું ગળું દબાવી માથામાં ઘા મારી હત્‍યાંના ચકચારી મામલામાં સાત તોલા સોનુ અકબંધ રહેતા આ લૂંટ માટે થયેલ હત્‍યાં નહિ હોવાનું અમારી તપાસ ટીમને સમજતા વાર ન લાગી : અકિલા સાથે ગુજરાતભરમાં ચકચારી મામલામાં અથ થી ઇતિ સુધીની કથા મદદનિશ પોલિસ કમિશનર વર્ણવે છે પોલિસ કમિશનર વાંબાગ જમીર, સેંક્‍ટર ૨ વડા, અને ડીસીપી ઝોન ૪ના માર્ગદર્શનમાં પીઆઇ પી. એચ ભાટી, પીએસઆઇ ટી. એ ગઢવી, પીએસઆઇ એ આર. મઢડા અને પીએસઆઇ એમ. એન. પ્રજાપતિ અને સર્વેલન્‍સ ટીમના ૧૮ જવાનો દ્વારા ૩૦૦ થી વધુ કેમેરા-બી તપાસવા સહિતની કાબિલે દાદ કામગીરી

રાજકોટ તા.૧૭ :   સમગ્ર ગુજરાતમા ચકચારી અને એકલા રહેતા સિનિયર સીટીઝનો માટે ખતરાની ઘંટડી સમી સુરતની ૮૪ વર્ષની એકલી રહેતી વળદ્ધાની હત્‍યાંનો ભેદ પોલિસ કમિશનર વાંબાગ જમીર, સેક્‍ટર વડા ૨ અને ડીસીપી ઝોન,૪ ના માર્ગ દર્શનમાં અમારા આધિકારીઓ અને ટીમની કા બિલે દાદ કાર્યવાહીને કારણે આખરે ગણત્રીના સમયમાં ઉકેલાયો છે, તેમ ટીમ સુકાની એવા એસીપી વી આર. મલ્‍હોત્રાઍ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્‍યું છે.

ગત તા. ૧૩ના રોજ સુરતના નાનપુરા વિસ્‍તારમાં આવેલ ટી. એન્‍ડ ટીવી હાઈસ્‍કુલ સામે મોનાલીસા એપાર્ટમેન્‍ટમાં રહેતા એમીબેનની જે એકલા રહેતા હતા, તેમની કોઈ અજાણ્‍યા શખ્‍સ દ્વારા હત્‍યાં થયાના મતલબની ફરિયાદ એ ૮૪ વર્ષના વળદ્ધાના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ.

બનાવની ગંભીરતા સમજી સીપી, સેક્‍ટર વડા, ૨ ડીસીપી ઝોન ૪ ને આખા મામલાની જાણ કરી તેમના માર્ગદર્શનમાં અમારી ટીમેં પ્રાથમિક તપાસ ઝડપભેર શરૂ કરી, મળતકના શરીર પર ૭ તોલા સોનાના દાગીના હતા, જે દાગીનાને આરોપીઍ હાથ પણ લગાડ્‍યો નહતો, જે બાબત સ્‍વયંમ સ્‍પષ્ટ હતી કે, આ ઘટના લૂંટને કારણે થયેલ હત્‍યાં નથી, તેમ અનુભવ આધારે સમજતા વાર ન લાગી તેમ અગત્‍યની અરજન્‍સીઓમાં મહત્‍વની ફરજ બજાવનાર એસીપી વી. આર.મલ્‍હોત્રાએ અકિલા સાથેની વાતચિતમાં જણાવેલ.

આ ઘટના માટે એક વિશેષ ટીમ સિનિયર અધિકારીઓના સુચન મુજ્‍બ બનાવી જેમાં અઠવાલાઇન્‍સ પીઆઇ પી. એચ. ભાટી, પીઆઇ ટી. એ ગઢવી, પીએસઆઇ એ આર. મઢડા, ષ્ટતશ એમ. એન. પ્રજાપતિ સાથે સર્વેલન્‍સ  સ્‍ટાફના ૧૮ જવાનોનો સમાંવેશ કરેલ.

૩૦૦ જેટલાં સીસીટેવી  કેમેરા, ટેકનીકલ સર્વલેન્‍સ, બાતમીદાર નેટવર્ક એક્‍ટિવ કરતા પોલિસ મૂળ રાજકોટ હાલ સુરત બહુમાંળી બિલ્‍ડીંગ નાનપુરા પાછળ રહેતી છાયાબેન શાહ નામની મહિલા  સુધી પોહચી ગયેલ છે,  પોલિસ સમક્ષ ગુન્‍હાની કબુલાત પણ કરી લીઘી છે, હત્‍યાંના સાચા હેતુ અંગે સઘન પૂછપરછ ચાલી રહી છે.

(3:47 PM IST)