<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

શરણાઈના સુરીલા સ્‍વરને ફિલ્‍મસંગીતમાં અમર કરનાર સંગીતકાર રામલાલ હીરા પન્ના

* મુઘલ-એ-આઝમ જેવી ફિલ્‍મો માટે વાદ્ય સંગીત આપનારા સંગીતકાર રામલાલ હીરા પન્ના એક સમયે વૈભવી જીવન જીવતા હતા. કમનસીબે તેઓ ગરીબીમાં ફસાઈ ગયા અને હારી ગયા. * તેઓ માનતા હતા કે સારો સ્‍વર કોઈપણ ભારે ઓર્કેસ્‍ટ્રા કરતાં વધુ અસરકારક બની શકે. * તેમણે સ્‍વતંત્ર સંગીતકાર તરીકે ‘હસ્‍ન બાનો' (૧૯૫૬), ‘નકાબ પોષ' (૧૯૫૬), ‘નાગલોક' (૧૯૫૭) અને ‘માયા મચ્‍છિન્‍દ્ર' (૧૯૬૦)માં સંગીત આપ્‍યું હતું. * ૧૯૪૪માં બોમ્‍બે આવ્‍યા અને સંગીત દિગ્‍દર્શક રામ ગાંગુલીના સહાયક તરીકે પૃથ્‍વીરાજ કપૂરના પૃથ્‍વી થિયેટર ગ્રુપમાં નોકરી મેળવી. ગાંગુલી સાથે તેણે શમશાદ બેગમ દ્વારા ગાયેલું ‘દેખ ચાંદ કી ઓર' અને શૈલેષ ‘જિંદા હું ઇસ તરહ કી ગમ ઝિદગી'માં વાંસળી વગાડી હતી. * લક્ષ્મીકાંત-પ્‍યારેલાલે ફિલ્‍મ ‘માયા મચ્‍છિન્‍દ્ર'માં તેમની સાથે સહાયક તરીકે કામ કર્યું હતું. કલ્‍યાણજી-આનંદજીએ પણ તેમના નિર્દેશન હેઠળ ‘નાગલોક'માં તેમની સાથે કામ કર્યું હતું. * પ્રખ્‍યાત સંગીતકાર રામલાલ ચૌધરી જેઓ તેમના કાનમાં હીરા અને પન્ના પહેરતા હોવાથી ‘રામલાલ હીરા પન્ના' તરીકે પણ ઓળખાતા હતા

ભારતીય ફિલ્‍મ સંગીતનો ઇતિહાસ માત્ર લોકપ્રિય સંગીતકારો સુધી મર્યાદિત નથી. આ ઇતિહાસમાં એવા અનેક કલાકારો છે જેમણે પોતાના અસાધારણ યોગદાન છતાં પ્રસિદ્ધિનો પ્રકાશ ઓછો મેળવ્‍યો. આવા જ એક વિરલ કલાકાર હતા રામલાલ હીરા પન્ના ચૌધરી જેઓ હિન્‍દી ફિલ્‍મ જગતમાં રામલાલ તરીકે જાણીતા બન્‍યા. તેઓ માત્ર સંગીતકાર જ નહોતા પરંતુ ઉચ્‍ચ કક્ષાના શરણાઈવાદક, વાદ્યસંગીતના જાણકાર અને ભારતીય શાષીય સંગીતના સમર્પિત સાધક હતા. તેમનું નામ આજે સામાન્‍ય શ્રોતાઓમાં બહુ ચર્ચાતું નથી પરંતુ હિન્‍દી ફિલ્‍મ સંગીતના જાણકારો માટે રામલાલનું સ્‍થાન અત્‍યંત મહત્‍વનું છે. તેમની રચનાઓમાં ભારતીય રાગસંગીતની ગહનતા, લોકસંગીતની સરળતા અને ભાવપ્રધાન મેલોડીનો અદભુત સમન્‍વય જોવા મળે છે.

પંખ હોતે તો ઉડ આતી મૈ, તેરે ખયાલોં મેં હમ તેરી હી બાત અને ગીત ગાયા પત્‍થરોનેૅ આ અમર ગીતોના સંગીતકાર કોણ છે? જવાબ છે એક અગણિત પ્રતિભાશાળી છતાં અજાણ્‍યા કલાકાર. એવું કહેવાય છે કે રામલાલ એક સમયે એટલી પ્રતિષ્ઠા ધરાવતા હતા કે તેઓ એક કાનમાં હીરા અને બીજા કાનમાં નીલમણિ એટલે કે પન્ના પહેરતા હતા. જોકે, સમયના ચક્રો એવા ફર્યા કે મુંબઈના સમૃદ્ધ કોલાબા વિસ્‍તારમાં રહેતા રામલાલને તેમના અંતિમ દિવસો ઝૂંપડીમાં વિતાવવાની ફરજ પડી. તેમનું મૃત્‍યુ અત્‍યંત ગરીબીમાં થયું.

રામલાલનો જન્‍મ રાજસ્‍થાની સંગીતપ્રેમી પરિવારમાં ૧૫ ઓગસ્‍ટ ૧૯૨૨ ના રોજ વારાણસીમાં થયો હતો. બાળપણથી જ તેમને શરણાઈ પ્રત્‍યે વિશેષ આકર્ષણ હતું. તે સમયગાળામાં શરણાઈ મુખ્‍યત્‍વે મંદિરો, રાજદરબારો અને લગ્નપ્રસંગોમાં વગાડાતું વાદ્ય માનવામાં આવતું હતું. પરંતુ રામલાલે તેને માત્ર પરંપરાગત વાદ્ય તરીકે નહીં પરંતુ ભાવનાઓ વ્‍યક્‍ત કરી શકે એવા સશક્‍ત સંગીતમાધ્‍યમ તરીકે વિકસાવ્‍યું. તેમણે વર્ષો સુધી નિયમિત રિયાઝ કરીને શરણાઈ પર અસાધારણ પ્રભુત્‍વ પ્રાપ્ત કર્યું. તેમના વાદનમાં સ્‍વરની શુદ્ધતા, લાંબા આલાપ અને લાગણીસભર અભિવ્‍યક્‍તિ વિશેષ રીતે અનુભવાતી હતી. સ્‍વતંત્રતા પછીના દાયકામાં મુંબઈ ભારતીય ફિલ્‍મ ઉદ્યોગનું કેન્‍દ્ર બની રહ્યું હતું. રામલાલ પણ પોતાની પ્રતિભાને વિશાળ મંચ આપવા મુંબઈ પહોંચ્‍યા. શરૂઆતમાં તેમણે ઘણા સ્‍ટુડિયોમાં શરણાઈવાદક તરીકે કામ કર્યું. તેઓ ૧૯૪૪માં બોમ્‍બે આવ્‍યા અને સંગીત દિગ્‍દર્શક રામ ગાંગુલીના સહાયક તરીકે પૃથ્‍વીરાજ કપૂરના પૃથ્‍વી થિયેટર ગ્રુપમાં નોકરી મેળવી. ગાંગુલી સાથે તેણે શમશાદ બેગમ દ્વારા ગાયેલું 'દેખ ચાંદ કી ઓર' અને શૈલેષ 'જિદા હું ઇસ તરહ કી ગમ ઝિદગી'માં વાંસળી વગાડી હતી.

તે સમયના ફિલ્‍મ સંગીતમાં લાઇવ ઓર્કેસ્‍ટ્રાનું વિશેષ મહત્‍વ હતું. દરેક ગીતના રેકોર્ડિગમાં અનેક વાદકો સાથે મળીને કામ કરતા અને તેમાં રામલાલ શરણાઈના અગ્રણી વાદક તરીકે ઓળખાવા લાગ્‍યા. રામલાલે અનેક અગ્રણી સંગીતકારો સાથે સ્‍ટુડિયો સંગીતકાર તરીકે કામ કર્યું. તેમની શરણાઈનો સ્‍વર એટલો મધુર અને અભિવ્‍યક્‍તિપૂર્ણ હતો કે સંગીતકારો ખાસ પ્રસંગોમાં તેમને જ આમંત્રિત કરતા. તે સમયના રેકોર્ડિગમાં ડિજિટલ તકનીક નહોતી. એક જ ટેકમાં સમગ્ર ઓર્કેસ્‍ટ્રા સાથે રેકોર્ડિગ થતું. આવા સંજોગોમાં રામલાલ જેવી કુશળતા ધરાવતા વાદકોની ખૂબ માંગ હતી.

રામલાલની પ્રતિભાને સૌથી મોટો અવસર મળ્‍યો જ્‍યારે પ્રખ્‍યાત ફિલ્‍મ નિર્માતા-દિગ્‍દર્શક વી. શાંતારામે તેમને સંગીતકાર તરીકે તક આપી. તે સમય સુધી તેઓ વાદ્યવાદક તરીકે જાણીતા હતા પરંતુ સંગીતકાર તરીકે પોતાને સાબિત કરવાનો અવસર મળ્‍યો નહોતો. ૧૯૬૩માં આવેલી ફિલ્‍મ સેહરા તેમના જીવનનો ટર્નિગ પોઇન્‍ટ સાબિત થઈ. આ ફિલ્‍મનું સંગીત ભારતીય લોકસંગીત અને શાષીય પરંપરાનું સુંદર ઉદાહરણ છે. ફિલ્‍મના ગીતોમાં રાજસ્‍થાની સંગીતની અસર સ્‍પષ્ટ જોવા મળે છે. સેહરાના ગીતો આજે પણ સંગીતરસિકોમાં લોકપ્રિય છે. ખાસ કરીને પંખ હોતે તો ઉડ આતી રે જેવા ગીતે રામલાલને વિશેષ ઓળખ અપાવી. તેમની રચનાઓમાં મેલોડીનું મહત્‍વ સર્વોચ્‍ચ હતું. તેઓ ગીતના શબ્‍દો, ભાવ અને પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સંગીત તૈયાર કરતા. તેથી તેમના ગીતો માત્ર સાંભળવા માટે નહીં પરંતુ અનુભવવા માટે બની ગયા. તેમણે સ્‍વતંત્ર સંગીતકાર તરીકે ‘હસ્‍ન બાનો' (૧૯૫૬), ‘નકાબ પોષ' (૧૯૫૬), ‘નાગલોક' (૧૯૫૭) અને ‘માયા મચ્‍છિન્‍દ્ર' (૧૯૬૦)માં સંગીત આપ્‍યું હતું. એક પૂર્ણ-કક્ષાના સંગીત નિર્દેશક તરીકે તેમને સૌપ્રથમ ૧૯૫૦માં નિર્માતા પી. એલ. સંતોષીની રાજ કપૂર અને વૈજયંતીમાલા અભિનીત ફિલ્‍મ 'ટાંગાવાલા' મળી. તેમણે આ ફિલ્‍મ માટે છ ગીતો રેકોર્ડ કર્યા હતા. કમનસીબે આ ફિલ્‍મ ક્‍યારેય રિલીઝ થઈ નહીં.

 સંગીત હિટ જતા વી. શાંતારામે ફરી એકવાર રામલાલ પર વિશ્વાસ વ્‍યક્‍ત કરીને તેમને ગીત ગાયા પથ્‍થરોનેનું સંગીત સોંપ્‍યું. આ ફિલ્‍મમાં પણ તેમની સંગીતશૈલી સંપૂર્ણ રીતે ખીલી ઊઠી. આ ફિલ્‍મના ગીતોમાં ભારતીય શાષાીય સંગીત, સુમધુર ધૂનો અને સરળ સંગીત સંયોજનનું સુંદર મિશ્રણ જોવા મળે છે. જ્‍યારે ફિલ્‍મ ગૂંજ ઊઠી શહનાઈમાં ઉસ્‍તાદ બિસ્‍મિલ્‍લા ખાન સાથે તુલના કરી શકાય તેવા શહનાઈ વાદકને પસંદ કરવાની વાત આવી ત્‍યારે સંગીતના મહાન જાણકાર વસંત દેસાઈએ રામલાલજીને પસંદ કર્યા. રામલાલે આગ, નવરંગ અને મુગલ-એ-આઝમ જેવી દુર્લભ અને મોટી ફિલ્‍મોમાં પોતાની શહનાઈ અને વાંસળી વગાડીને લોકોના દિલ જીતી લીધા. નવરંગ ફિલ્‍મના ગીત તુ છુપી હૈ કહાં, મૈં તડપતા યહાંની શહેનાઇની ધૂન રામલાલજી એજ આપી હતી. એ જ રીતે રામલાલે ફિલ્‍મ મધુમતીમાં ચઢ ગ્‍યો પાપી બિછુઆ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ઉલ્‍લેખનીય છે કે, લક્ષ્મીકાંત-પ્‍યારેલાલે ફિલ્‍મ માયા મચ્‍છિન્‍દ્રમાં તેમની સાથે સહાયક તરીકે કામ કર્યું હતું. કલ્‍યાણજી-આનંદજીએ પણ તેમના નિર્દેશન હેઠળ નાગલોક'માં તેમની સાથે કામ કર્યું હતું. લતાજી, આશાજી, ઉષા મંગેશકર, મોહમ્‍મદ રફી, સુમન કલ્‍યાણપુર, કિશોરી અમોનકર અને હેમંત કુમાર જેવા   સામાન્‍ય રીતે લગ્ન કે ધાર્મિક પ્રસંગો સાથે જોડાતી હતી પરંતુ રામલાલે તેને પ્રેમ, વિરહ, કરુણા અને આધ્‍યાત્‍મિકતા જેવી લાગણીઓ વ્‍યક્‍ત કરતું વાદ્ય બનાવી બતાવ્‍યું. તેમની શરણાઈમાં માત્ર ટેકનિકલ કુશળતા નહોતી પરંતુ આત્‍મીયતા પણ હતી. ૧૯૬૦ના દાયકામાં ફિલ્‍મ સંગીતમાં પヘમિી ઓર્કેસ્‍ટ્રેશનનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો હતો. તેમ છતાં રામલાલજીએ ભારતીય રાગો, લોકસંગીત અને પરંપરાગત વાદ્યોનો આધાર છોડ્‍યો નહીં. તેમના માટે સંગીતનું મૂળ સ્‍વરૂપ ભાવ અને મેલોડી હતું. તેઓ માનતા હતા કે સારો સ્‍વર કોઈપણ ભારે ઓર્કેસ્‍ટ્રા કરતાં વધુ અસરકારક બની શકે.

 આટલા પ્રખ્‍યાત શહનાઇ વાદક અને સંગીતકામ કેમ વિસરાઇ ગયા? આ પ્રશ્ન આજે પણ સંગીતપ્રેમીઓને મૂંઝવે છે. તેમની કમનસીબી એ હતી કે તેમની સંગીતબધ્‍ધ બહુ ઓછી ફિલ્‍મો જ રિલીઝ થઈ. આમાંની ઘણી ફિલ્‍મો કાં તો બંધ થઈ ગઈ અથવા ક્‍યારેય રિલીઝ થઈ નહીં. એવું પણ કહેવાય છે કે તે સમયના કેટલાક શક્‍તિશાળી સંગીત દિગ્‍દર્શકો અને ફિલ્‍મ નિર્માતાઓ સાથે તેમના મતભેદ હતા જેના કારણે તેઓ ફિલ્‍મ ઉદ્યોગમાંથી બહાર નીકળી ગયા. રામલાલજીની પ્રતિભામાં કોઈ ખામી નહોતી. છતાં તેમને સતત મોટા પ્રોજેક્‍ટ મળ્‍યા નહીં. બદલાતી સંગીતશૈલી, નવા સંગીતકારોનું આગમન અને ફિલ્‍મ ઉદ્યોગની વ્‍યવસાયિક સ્‍પર્ધા વચ્‍ચે તેઓ ધીમે ધીમે મુખ્‍ય પ્રવાહથી દૂર થતા ગયા. પરિણામે તેમની પ્રતિભા જેટલી હતી એટલી લોકપ્રિયતા તેમને મળી નહીં.

૬૦ના દાયકાના અંતમાં રામલાલજીએ પોતાની ફિલ્‍મ બનાવવાનું નક્કી કર્યું. તેમણે પન્ના પિક્‍ચર્સ નામનું બેનર બનાવ્‍યું અને ત્‍યાગી નામની ફિલ્‍મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્‍મનું કામ મોટાભાગે પૂર્ણ થયું પરંતુ વિતરકોએ તેમને છોડી દીધા. રામલાલના ૬૦,૦૦૦ રૂપિયા જે તેમણે તેમાં રોકાણ કર્યા હતા તે વેડફાઈ ગયા. તેથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્‍કેલ બન્‍યું. પરિણામે તેમની પત્‍નીએ પણ કામ કરવાનું શરૂ કર્યું. રામલાલજીએ રીટા નામની વિદેશી ગાયિકા સાથે લગ્ન કર્યા હતા જે તેમના સંગીતથી પ્રભાવિત થઈ અને તેમને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. રામલાલજી એટલા ગરીબીમાં ધકેલાઇ ગયા કે તેમના જીવનના ૩૦ વર્ષ મુંબઈમાં એક ઝૂંપડીમાં વિતાવ્‍યા. આ કમનસીબ કલાકારનું ૪ જુલાઈ, ૨૦૦૭ ના રોજ અવસાન થયું. રામલાલ ચૌધરીએ કદાચ બહુ ઓછી ફિલ્‍મોમાં સંગીત આપ્‍યું, પરંતુ જે આપ્‍યું તે ગુણવત્તાની દ્રષ્ટિએ અવિસ્‍મરણીય છે. આજે ફિલ્‍મસંગીતના સંશોધકો, સંગીતવિદ્યાર્થીઓ અને રસિકો તેમના કાર્યનો અભ્‍યાસ કરે છે. તેમના ગીતો આજે પણ રેડિયો, સંગીત કાર્યક્રમો અને ડિજિટલ પ્‍લેટફોર્મ પર સાંભળવા મળે છે. ભારતીય ફિલ્‍મ સંગીતના ઇતિહાસમાં તેમનું નામ એવા કલાકાર તરીકે હંમેશા યાદ રહેશે જેમણે શરણાઈને ફિલ્‍મસંગીતમાં નવી ઓળખ આપી અને ભારતીય મેલોડીની પરંપરાને ગૌરવ અપાવ્‍યું. રામલાલ ચૌધરીનો જીવનપ્રવાસ એ વાતનો પુરાવો છે કે સાચા કલાકારની ઓળખ માત્ર તેની લોકપ્રિયતા પરથી નહીં પરંતુ તેની કલાના શાશ્વત મૂલ્‍ય પરથી થાય છે. સમય બદલાય છે, સંગીતની શૈલીઓ બદલાય છે પરંતુ સાચી મેલોડી ક્‍યારેય જૂની થતી નથી. રામલાલજીની રચનાઓ આજે પણ એટલી જ તાજગી, મધુરતા અને સંવેદના સાથે ગુંજે છે જેટલી તેમના સર્જનકાળમાં ગુંજતી હતી. ભારતીય ફિલ્‍મ સંગીતના ઇતિહાસમાં તેમનું સ્‍થાન હંમેશા વિશિષ્ટ અને સન્‍માનનીય રહેશે. (૩૮.૧૫)

 સંગીતકાર બનતા પહેલાં તેઓ અગ્રણી વાદ્યવાદક હતા

ઘણા લોકો રામલાલ હિરા પન્ના ને માત્ર સંગીતકાર તરીકે ઓળખે છે પરંતુ હકીકતમાં તેઓ ૧૯૪૦ના દાયકાથી હિન્‍દી ફિલ્‍મોમાં શરણાઈ અને વાંસળીના અગ્રણી વાદક તરીકે કાર્યરત હતા. અનેક જાણીતા સંગીતકારોએ તેમની પ્રતિભાનો ઉપયોગ કર્યો હતો.  ગૂંજ ઉઠી શહેનાઈ ફિલ્‍મમાં શરણાઈનું નામ સૌથી વધુ ઉસ્‍તાદ બિસ્‍મિલ્‍લાહ ખાન સાથે જોડાય છે પરંતુ ફિલ્‍મના કેટલાક શરણાઈ ભાગો અને સ્‍ટુડિયો રેકોર્ડિગમાં રામલાલનું પણ મહત્‍વનું યોગદાન હતું. તેથી ફિલ્‍મના સંગીતમાં તેમની ભૂમિકા ઘણી વખત અવગણાઈ ગઈ છે. જ્‍યારે રામલાલને બહુ સફળતા મળી નહોતી, ત્‍યારે વી. શાંતારામે તેમની પ્રતિભા ઓળખી અને તેમને સેહરા (૧૯૬૩) અને ગીત ગાયા પથ્‍થરોને (૧૯૬૪) જેવી મહત્‍વપૂર્ણ ફિલ્‍મોનું સંગીત સોંપ્‍યું. આ બંને ફિલ્‍મોના સંગીતે તેમને અમર બનાવી દીધા. રામલાલજી પヘમિી ઓર્કેસ્‍ટ્રેશન કરતાં ભારતીય રાગો, લોકધૂનો અને શરણાઈના મધુર સ્‍વરને વધુ મહત્‍વ આપતા. તેથી તેમની રચનાઓ આજે પણ તાજગીભરી અને શાષીય સ્‍પર્શ ધરાવતી લાગે છે. તેમની શરણાઈનો સ્‍વર એટલો લોકપ્રિય હતો કે અનેક જાણીતા સંગીતકારો પોતાના ગીતોમાં ખાસ તેમને જ આમંત્રિત કરતા. તેઓ માત્ર સંગીતકાર જ નહીં, પરંતુ સ્‍ટુડિયો સંગીતકાર તરીકે પણ ખૂબ માન્‍ય હતા.

 રામલાલ ચૌધરી (હિરા - પન્ના) ના પ્રખ્‍યાત ગીતો

પ્રખ્‍યાત સંગીતકાર રામલાલ ચૌધરી જેઓ તેમના કાનમાં હીરા અને પન્ના પહેરતા હોવાથી રામલાલ હીરા પન્ના તરીકે પણ ઓળખાતા હતા તેમણે વી. શાંતારામની ફિલ્‍મો સેહરા અને ગીત ગયા પથ્‍થરોં ને' માટે અમર સંગીત રચ્‍યું હતું. તેમના પ્રખ્‍યાત ગીતોની યાદી આ મુજબ છે.

પંખ હોત તો ઉડ આતી રે - આશા ભોસલે;

તુમ તો પ્‍યાર હો સજના - લતા મંગેશકર અને મહેન્‍દ્ર કપૂર;

તકદીર કા ફસાના- લતા મંગેશકર;

જા જા જરે તુઝે હમ જાન ગયે- લતા મંગેશકર;

પંછી બાનુ ઉડ તી ફિરુ મસ્‍ત ગગન મેંૅ - લતા મંગેશકર

જાને વાલે ઓ મેરે પ્‍યાર- આશા ભોસલે;

ગીત ગયા પથ્‍થરો ને - આશા ભોસલે અને મહેન્‍દ્ર કપૂર;

તેરે ખયાલોં મેં હમ - આશા ભોસલે;

સાંસોં કે તાર પર- કિશોરી અમોનકર;

માંડવે તાલે ગરીબ કે દો ફૂલ - સી.એચ. આત્‍મા

 

પ્રશાંત બક્ષી

૭૯૯૦૫૫૮૪૬૯

 

(10:42 AM IST)