તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
ભાજપ મહિલા મોરચાની બહેનો દીકરીઓ તથા દિવ્યાંગ બહેનો માટે નમો નવરંગ રાસોત્સવ

રાજકોટ : ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા ભાજપ મહિલા મોરચાના બહેનો તથા શહેરની તમામ બહેનો દીકરીઓ તથા દિવ્યાંગ બહેનો માટે નમો નવરંગ રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ. બહેનો દીકરીઓએ ભાગ લીધેલ તેમજ જુદીજુદી કેટેગરી વાઈઝ તથા દિવ્યાંગ બાળાઓને ઇનામો આપવામાં આવેલ. નમો રાસોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે, મેયરશ્રી ડો.નેહલભાઈ શુક્લ, પ્રદેશ સહસંગઠન મહામંત્રી અરૂણભાઈ બીન્નડીજી, શહેર ભાજપ મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, વલ્લભભાઈ દુધાત્રા, યોગેન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, કોર્પોરેશન શાસક પક્ષ નેતા હિરેનભાઇ ખીમાણીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી માધવીબેન જોગિયા, મયુરીબેન ભાલારા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાનાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી, પ્રભારીઓ તથા જુદાજુદા વોર્ડના કોર્પોરેટરશ્રી દિવ્યાંગ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:19 PM IST)










