<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ગાય આડી આવતાં બાઇક સ્‍લીપ થઇ જતાં નરેશભાઇ મારૂનું મૃત્‍યુ

વાસાવડ-માંડણકુંડલા વચ્‍ચેના રસ્‍તે બનાવ

રાજકોટ તા. ૪: રસ્‍તા પર ગાય આડી આવી જતાં બાઇક સ્‍લીપ થઇ જતાં બાઇકચાલક આધેડનું મૃત્‍યુ થયું છે. લાઠીના દેવળીયા હરસપુર ગામે રહેતાં નરેશભાઇ ભીખાભાઇ મારૂ (ઉ.વ.૪૪) ગઇકાલે સાંજે સાડા આઠેક વાગ્‍યે બાઇક હંકારીને જતાં હતાં ત્‍યારે વાસાવડ-માંડણકુંડલા વચ્‍ચેના રસ્‍તે ગાય આડી આવી જતાં બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેઓ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતા અને મજુરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં સુલતાનપુર પોલીસને જાણ કરી હતી.

(3:53 PM IST)