<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

નરશીભાઇ સોજીત્રા જિલ્લા પંચાયતની પહેલી ચૂંટણી લડીને સીધા કારોબારી અધ્‍યક્ષ બન્‍યા

૧૯૯૦ થી સંગઠનના માધ્‍યમથી કરેલી લોકસેવા ફળી

રાજકોટ, તા. ર૦ : જિલ્લા પંચાયતની પેઢલા બેઠક પરથી ચૂંટણી લડીને જીતેલા શ્રી નરશીભાઇ સોજીત્રા (મો. ૭૬૦૦૦ ૬૩ર૧ર) આજે વિધિવત રીતે કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે ચૂંટાયા છે. સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ સંગઠનમાં કામ કર્યા પછી ગામ બહાર જીવનની પહેલી ચૂંટણી લડયા અને જીતીને પંચાયતની સૌથી મહત્‍વની કારોબારી સમિતિના અધ્‍યક્ષ બન્‍યા છે.

નરશીભાઇ સોજીત્રાએ ૧૯૯૦માં યુવા કાર્યકર્તા તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેરાળીગામના બુથની જવાબદારી સંભાળી હતી. જેતપુર તાલુકા ભાજપના કારોબારી સભ્‍ય તરીકે નિમણૂંક થયેલ. ૧૯૯૮ થી હાલ સુધી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્‍ય છે. જેતપુર તાલુકા ભાજપ કારોબારીમાં કોષાધ્‍યક્ષ તરીકે તેમજ તાલુકા ભાજપ કારોબારીમાં મંત્રી તરીકે રહી ચૂક્‍યા છે. જેતપુરના તાલુકામાં એટીવીટીના તાલુકા સભ્‍ય તરીકે નિમણૂંક ર૦૧૦માં કેરાળી ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ચૂંટાઇ આવેલ. રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પેઢલા સીટ પર પ્રભારી તરીકેની કામગીરી નિભાવી. જેતપુર તાલુકા ભાજપના સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી સંગઠન મજબુત બનાવેલ. કેરાળી જુથ સેવા સહકારી મં. લી.માં કલાર્ક તરીકે તેમજ મંત્રી તરીકે ફરજ નિભાવી હતી. કેરાળી જૂથ સેવા સહકારી મંડળીના મંત્રી તરીકેની ફરજ સાથે સાથે ખેડૂતોના પ્રશ્નોનું કુનેહપૂર્વક નિરાકરણ કર્યુ હતું.

(2:55 PM IST)