તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
દેશમાં કેન્દ્રના ગૃહપ્રધાન તરીકે સૌથી વધુ સમય રહેવાનો ઇતિહાસ સર્જનાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપને દેશમાં અભૂતપૂર્વ ઐતિહાસિક સિદ્ધિઓ અપાવનાર દીર્ઘદ્રષ્ટા, દુરંદેશી નેતા અમિતભાઇ શાહ

રાજકોટ, તા. ૩૦ : ગુજરાતના પનોતા પુત્ર, ગાંધીનગરના સાંસદ અને દેશના યશસ્વી ગળહમંત્રી અમિતભાઈ શાહે આજના દિવસે પોતાના કાર્યકાળના સાત વર્ષ પુરા કર્યા છે ત્યારે તેમને કોટી કોટી અભિનંદન પાઠવતા પ્રદેશ ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે દેશમાં આઝાદી પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગળહમંત્રી બન્યા હતા. અમિતભાઈ શાહ તેમના પછી દેશના બીજા એવા ગળહ મંત્રી છે જે દ્રઢ નિヘયી અને મજબૂત છે. કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવવાની હોય કે બંગાળની ચૂંટણીનો પડકાર હોય અમિતભાઈ શાહે દરેક વખતે દ્રઢ સંકલ્પથી આ પડકારોનો સામનો કર્યો છે અને સફળતા મેળવી છે.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમિતભાઈ શાહે ૩૦ મે, ૨૦૧૯ના રોજ ગળહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આજે ૩૦ મે, ૨૦૨૬ના રોજ તેઓએ ગળહમંત્રી તરીકે પોતાના કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓ સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગળહમંત્રી છે. ભારતની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ બંધારણીય સુધારાઓના સંદર્ભમાં ગળહમંત્રી અમિતભાઈ શાહના સાત વર્ષનો સમયગાળો અત્યંત નિર્ણાયક અને ઐતિહાસિક રહ્યો છે.
ગળહમંત્રી તરીકે સૌથી લાંબો અને અવિરત સેવા આપવાનો રેકોર્ડ ધરાવતા અમિતભાઈ શાહનો સાત વર્ષનો કાર્યકાળ ભારતીય રાજકારણના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાશે. અમિતભાઈ શાહના કાર્યકાળની સૌથી મોટી અને ઐતિહાસિક ઉપલબ્ધિ એટલે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫ એ નાબૂદ કરવાનો નિર્ણય, સીએએ કાયદો પણ તેઓ જ લઈ આવ્યા.
ગળહમંત્રી તરીકે અમિત શાહે દેશની સુરક્ષા એજન્સીઓને મજબૂત કરવા અને આંતરિક સુરક્ષા સદ્ધર કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના નેતળત્વમાં નક્સલવાદ અને ઉગ્રવાદ પર નિયંત્રણ આવ્યું છે. છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં ડાબેરી ઉગ્રવાદ (નક્સલવાદ)ને નબળો પાડવામાં મોટી સફળતા મળી છે. વિકાસ કાર્યો અને કડક સુરક્ષાના સમન્વયથી નક્સલ પ્રભાવિત વિસ્તારો મર્યાદિત થયા છે. આસામ, નાગાલેન્ડ અને મણિપુર જેવા પૂર્વોત્તર રાજ્યોમાં સક્રિય અનેક સશષા સંગઠનો સાથે શાંતિ કરાર કરીને હજારો ઉગ્રવાદીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ આ સાત વર્ષમાં થયું છે. ઘણા વિસ્તારોમાંથી AFSPA (સ્પેશિયલ પાવર્સ એક્ટ) હટાવવામાં આવ્યો છે.
ગળહ મંત્રાલયની સૌથી મોટી વહીવટી અને કાનૂની સફળતા એ છે કે તેમણે વર્ષો જૂના બ્રિટિશકાળના કાયદાઓ (IPC, CRPC અને એવિડન્સ એક્ટ)ને સંપૂર્ણપણે બદલી નાખ્યા. તેમની જગ્યાએ દેશને આધુનિક અને ન્યાય-કેન્દ્રિત ત્રણ નવા કાયદાઓ મળ્યા : ભારતીય ન્યાય સંહિતા (IPC ની જગ્યાએ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (CrPC ની જગ્યાએ), ભારતીય સાક્ષ્ય અધિનિયમ (Indian Evidence Act ની જગ્યાએ) આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય સજા આપવાને બદલે ન્યાય અપાવવાનો અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
વર્ષ ૨૦૨૧માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સહકારી ચળવળને વેગ આપવા માટે અલગ ‘‘સહકાર મંત્રાલય''ની રચના કરી, જેનો કાર્યભાર પણ અમિત શાહને સોંપવામાં આવ્યો. ‘‘સહકારથી સમળદ્ધિ''ના મંત્ર સાથે તેઓએ સહકારી ક્ષેત્રને પારદર્શક અને પ્રગતિશીલ બનાવ્યું.
કેન્દ્રીય ગળહમંત્રી તરીકે અમિતભાઈ શાહના કાર્યકાળના સાત વર્ષ માત્ર વહીવટી દ્રષ્ટિએ જ નહીં, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિના પ્રદર્શનની દ્રષ્ટિએ પણ અજોડ રહ્યા છે. ‘લોખંડી પુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલના નકશેકદમ પર ચાલતા અને નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં તેઓએ દેશની ભૌગોલિક અને આંતરિક અખંડિતતાને વધુ મજબૂત બનાવી છે. આ સાત વર્ષોમાં ભારતે આંતરિક મોરચે એક સુરક્ષિત, સંગઠિત અને આધુનિક કાયદાકીય માળખા તરફ મજબૂત કદમ વધાર્યા છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

રાજુભાઇ ધ્રુવ
ભાજપ પ્રદેશ અગ્રણી
મો. ૯૪ર૬૭૧૯પપપ
(4:05 PM IST)










