<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘રાષ્‍ટ્રીય એકતા દિવસ'ની ભવ્‍ય ઉજવણીઃ ‘રન ફોર યુનિટી'માં ઉમટયા ઉત્‍સાહી ચહેરાઓ

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતીએ અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા રાષ્‍ટ્રની અખંડિતતા જાળવી રાખવાના શપથ, ડિવિઝનલ કાર્યાલયથી કોઠી કમ્‍પાઉન્‍ડ સુધી યોજાઈ વિશાળ એકતા દોડ

રાજકોટ, તા. ૩૧ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ભારતના એકતા અને અખંડિતતાના શિલ્‍પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્‍મજયંતી નિમિત્તે ૩૧ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ ‘રાષ્‍ટ્રીય એકતા દિવસ' હર્ષોલ્લાસ અને ઉત્‍સાહપૂર્વક ઉજવવામાં આવ્‍યો.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્‍ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાના શપથ લેવડાવ્‍યા. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ, અદિતીય નેતળત્‍વ ક્ષમતા અને દેશની એકતાને સુદૃઢ બનાવવામાં તેમના મહાન યોગદાનનું સ્‍મરણ કર્યું.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્‍યા મુજબ, રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજકોટ ખાતે  એકતા દોડ (Run for Unity)નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દોડ ડિવિઝનલ રેલવે મેનેજર કાર્યાલય, રાજકોટથી શરૂ થઈને કોઠી કમ્‍પાઉન્‍ડ રેલવે કોલોની સુધી ગઈ અને ત્‍યાંથી પરત ડિવિઝનલ રેલવે મેનેજર કાર્યાલય પહોંચીને સંપન્ન થઈ. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાના નેતળત્‍વમાં આયોજિત આ દોડમાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ, ખેલાડીઓ, રેલવે સુરક્ષા દળ (RPF)ના જવાનો તેમજ ભારત સ્‍કાઉટ્‍સ અને ગાઇડ્‍સના સ્‍વયંસેવકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન સહભાગીઓએ રાષ્‍ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્‍તિના નારા લગાવી રાષ્‍ટ્ર પ્રત્‍યે પોતાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય રાષ્‍ટ્રીય એકતા, સામાજિક સદભાવ અને દેશભક્‍તિની ભાવનાને પ્રોત્‍સાહિત કરવાનો તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને રાષ્‍ટ્રનિર્માણમાં તેમના યોગદાનનું સ્‍મરણ કરવાનો હતો.

આ પ્રસંગે સીનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી અમળત સોલંકી, ડિવિઝનલ સ્‍પોર્ટ્‍સ એસોસિએશનના સચિવ શ્રી વિક્રમ મીણા સહિત વિવિધ વિભાગોના વડા અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાના નેતળત્‍વ અને માર્ગદર્શન હેઠળ કલ્‍યાણ નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.

(2:51 PM IST)