તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Monday, 2nd November 2026
મનપા દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે નરેન્દ્રભાઇની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ

રાજકોટઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ ‘ભારત રત્ન' શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે તા. ૩૧મી ઓક્ટોબરના રોજ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા તેમજ સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રબળ બનાવવાના સંદેશ સાથે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ અનુસંધાને ગુજરાતના ગૌરવ સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં કુલ ૩૬ સ્થળોએ કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં.૧માં શાળા નં.૯૦ સરકારી સ્કૂલની બાજુમાં બગીચામાં, ગાંધીગ્રામ ખાતે મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. માધવભાઈ દવે, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, વોર્ડના આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં
(2:08 PM IST)










