તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
૧૧મીએ દેશવ્યાપી બેંક હડતાલનું એલાનઃ ફાઈવ ડે વીક સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ
બે-બે વર્ષથી પ્રશ્નો ટલ્લે ચડાવતા કર્મચારીઓ લાલધુમ

રાજકોટ,તા.૯: યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU ) દ્વારા બેંક કર્મચારીઓ અને અધિકારીઓના વિવિધ પડતર પ્રશ્નો તથા અગાઉ થયેલી દ્વિપક્ષીય સમજૂતીઓના અમલ માટે તા.૨૬ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ હડતાલની નોટિસ આપવામાં આવી છે. UFBUમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC સહિતના સાત સંગઠનો સામેલ છે.
UFBU દ્વારા મુખ્યત્વે ૫ દિવસની બેંકીંગ વ્યવસ્થા અમલમાં મુકવી, સરકારની એકપક્ષીય અને ભેદભાવપૂર્ણ PLI યોજનામાં યુનિયનો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને ફેરફાર કરવો તથા તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવો તેવી માંગણીઓ કરવામાં આવી છે. તેમ બેંક યુનિયનની યાદી જણાવે છે.
બેંક કર્મચારીઓની લાંબા સમયથી માંગ છે કે તમામ શનિવારને રજા જાહેર કરી અઠવાડિયામાં પાંચ દિવસ બેંકીંગ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે.આ મુદે બેંક યુનિયનો અને Indian banks Association(IBA) વચ્ચે અગાઉથી અનેક તબકકે ચર્ચા થઈ છે.
તા.૮ માર્ચ, ૨૦૨૪ના Settle ment / Joint Note મુજબ તમામ શનિવારને રજા જાહેર કરવાની ભલામણ સરકારને મોકલવામાં આવી હતી અને સરકારની મંજુરી તથા જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી કામકાજની વ્યવસ્થા અમલમાં આવવાની હતી. UFBU સાથે નકકી થયા મુજબ કર્મચારીઓ રોજના ૪૦ મિનિટનો કામકાજનો સમય વધારવા પણ સંમત થયેલ છે. પરંતુ લાંબો સમય વીતી જવા છતાં સરકાર તરફથી અંતિમ મંજુરી આપવામાં આવી નથી. આ વિલંબના વિરોધમાં UFBU એ અગાઉ પણ આંદોલન અને હડતાલ કરેલ હતી. હવે આ મુદે તાત્કાલિક નિર્ણય કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
બીજો મહત્વનો મુદો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી Performance Linked Incentive(PLI) Scheme (પ્રોત્સાહીત યોજના) છે.
બેંકોમાં PLI યોજના અગાઉ IBA અને બેંક યુનિયનો વચ્ચેની દ્વિપક્ષીય ચર્ચા અને સમજુતીના આધારે અમલમાં આવી હતી. આ યોજના હેઠળ બેંકના સમગ્ર કાર્યબળને આવરી લેવામાં આવ્યું હતું અને બેંકના એકંદર પ્રદર્શનને આધારે પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા હતી.
પરંતુ સરકારના Department of Financial Services(DFS) નાણાખાતા દ્વારા નવેમ્બર ૨૦૨૪માં જાહેર કરાયેલી નવી વ્યવસ્થામાં મુખ્યત્વે Scale IV થી VIII અધિકારીઓને એટલે કે કુલ કર્મચારીઓના આશરે ૫ ટકા જેટલા વર્ગને વિશેષ PLI આપવાની જોગવાઈ કરવામાં આવી છે. UFBU ના જણાવ્યા મુજબ આથી ૯૫ ટકાથી વધુ કર્મચારીઓ આ વ્યવસ્થાથી બહાર રહી જાય છે અને કર્મચારીઓ વચ્ચે અસમાનતા ઉભી થાય છે.
યુએફબીયુનો મુખ્ય વાંધો એ છે કે અગાઉની દ્વિપક્ષીય PLI વ્યવસ્થા સમગ્ર બેંકના કાર્યક્ષમતા સાથે જોડાયેલી હતી, જયારે નવી નાણામંત્રાલયની યોજના વ્યકિતગત અધિકારીઓના કાર્યો સાથે જોડાયેલી છે. વધુમાં સમાધાન મુજબની વ્યવસ્થામાં મહતમ ૧૫ દિવસના મૂળપગારૅમોંઘવારી જેટલી હતી, જયારે નવી યોજનામાં તે ૩૬૫ દિવસના મૂળપગાર સુધી જઈ શકે છે. યુએફબીયુના મતે નાણાં મંત્રાલયના સૂચન અત્યંત અસમાન અને ભેદભાવપૂર્ણ વ્યવસ્થા છે.
આ મુદે UFBU અને IBA વચ્ચે તા.૨૦ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ ચર્ચા પણ થઈ હતી અને યુનિયનો દ્વારા સ્વીકાર્ય સુધારેલી વ્યવસ્થા માટે વધુ ચર્ચા કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે તા.૨૧ ઓગષ્ટે બેંકોને નાણાંમંત્રાલયની યોજના અમલમાં મુકવા સુચના આપવામાં આવી હતી. UFBU ના જણાવ્યા મુજબ આથી કર્મચારીઓમાં ભાગલાં અને ઘોર અસંતોષ ઉભો થયો છે.
તા.૮ માર્ચ, ૨૦૨૪ના સમાધાન અને જોઈન્ટ નોટ સમયે કેટલાંક મહત્વના પ્રશ્નોનું નિરાકરણ ન આવી શકતાં તેમને પડતર પ્રશ્નો તરીકે આગળની ચર્ચા માટે રાખવામાં આવ્યા હતા. ઉપરાંત માર્ચ ૨૦૨૫ અને જાન્યુઆરી ૨૦૨૬ની હડતાલની નોટીસમાં ઉઠાવવામાં આવેલાં કેટલાંક પ્રશ્નો પણ હજુ સુધી ઉકેલાયા ની અને કેટલાક મુદાઓ સમાધાનની પ્રક્રિયામાં છે. યુએફબીયુ દ્વારા આ તમામ પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે અને તા.૧૧મી સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી હડતાલનું એલાન આપેલ છે.
આ માંગણીઓ માટે યુએફબીયુ દ્વારા તબકકાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તેમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ની અખિલ ભારતીય હડતાલ, ૨૮,૨૯ અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ની ૩ દિવસની હડતાલ તથા ૨૬ ઓકટોબર, ૨૦૨૬થી અનિヘતિ મુદતની હડતાલનો સમાવેશ થાય છે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના બેંક કર્મચારીઓ અને અધિકારીઓ પણ યુએફબીયુના આ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાઈ ૫ દિવસની બેંકીંગ વ્યવસ્થા, ભેદભાવયુક્ત પ્રોત્સાહીત યોજનામાં અને તમામ પડતર પ્રશ્નોના ઉકેલ માટે એકતાપૂર્વક સંઘર્ષ કરશે. તેમ અંતે યાદી જણાવે છે.
(3:58 PM IST)










