તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
નવનાત વણિક સમાજ દ્વારા ‘એનએનવીએસ કલબ'નો પ્રારંભ : વર્ષમાં નવથી વધુ કાર્યક્રમો

રાજકોટ તા. ૮ : નવનાત વણિક સમાજ દ્વારા તા. ૧૬-૫-૨૦૨૬થી નવનાત વણિક સમાજ કલબ (એનએનવીએસ કલબ)નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલબના આગેવાનોએ જણાવ્યુ હતુ કે નવ નાત વણિક સમાજે સફળતાના ૯૦૦ દિવસો પૂર્ણ કરેલ છે. જેના ભાગરૂપે એનએનવીએસ કલબનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં ટોકન ફી રૂ.૨૧૦માં ચાર સભ્યોને મેમ્બરશીપ અપાશે. વર્ષ દરમિયાન ૯ થી વધુ કાર્યક્રમોનો લાભ અપાશે. નવરાત્રી, ફેમીલી ટુર, ધાર્મિક દર્શન યાત્રા, અબોલજીવ અન્નદાન કાર્ય, સ્નેહ મિલન, મનોરંજન મ્યુઝીકલ પાર્ટી, ફની પાર્ટી, ડી.જે. પાર્ટી, શૈક્ષણિક તથા મેડીકલ અવેરનેસ કાર્યક્રમ તેમજ બાળકોમ ાટે સેમીનાર સહીતના કાર્યક્રમો આયોજીત કરાશે. નવરાત્રી દરમિયાન કલબના સભ્યો માટે નવદિવસીય આયોજન કરાશે. જેમાં ફકત ફુડ પાસ એકસ્ટ્રા લેવાના થશે. ૧૧૦૦ પરિવારની નોંધણી થયે તુરંત નવરાત્રી માર્ગદર્શીકા જાહેર કરાશે. આ એનએનવીએસ કલબનો પ્રારંભ આગાતી તા. ૧૬ ના શનિવારે શ્રી જીરાવાલા પાર્શ્વનાથ દાદાના દર્શનથી કરાશે. આ રાજકોટથી શરૂઆત કરાઇ છે અને આગળ જતા વ્યાપ વધારી રાજકોટ જિલ્લામાં પણ ફલક વિસ્તારાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજ કલબના આગેવાનો પ્રશાંતભાઇ શાહ મો.૯૮૯૮૭ ૫૨૭૬૦, યોગેશભાઇ બાવીશી મો.૯૪૨૭૬ ૭૪૮૪૮, સ્વીટીબેન મહેતા મો.૮૧૬૦૯ ૦૯૧૯૧, જીજ્ઞેશભાઇ વાગડીયા મો.૯૭૨૩૩ ૯૦૯૦૯, નમ્રતાબેન શાહ મો.૭૪૦૫૮ ૨૪૪૨૬, જસ્મીનભાઇ દેસાઇ મો.૭૩૮૩૪ ૦૮૮૦૭, રમીલાબેન શાહ મો.૭૩૮૩૧ ૬૮૨૩૭, દીપાલીબેન વોરા મો.૯૮૭૦૦ ૦૪૩૦૭, બીનાબેન શેઠ મો.૯૧૭૩૫ ૮૯૪૩૬, હેમાબેન દેસાઇ મો.૮૪૮૮૦ ૮૨૧૮૨, કેતનભાઇ દોશી મો.૯૪૨૬૯ ૮૭૭૩૪, મયુરભાઇ શાહ મો.૯૮૯૮૪ ૩૮૪૮૩, મહાવીરભાઇ જૈન મો.૯૪૨૬૭ ૮૦૩૪૧, દીનેશભાઇ મોદી મો.૯૮૨૫૧ ૧૨૫૯૫, , હીનાબેન દોશી મો.૯૮૨૫૪ ૯૯૦૩૪, પાયલબેન વખારીયા મો.૯૩૭૭૭ ૦૧૨૧૦નજરે પડે છે.
(2:24 PM IST)










