<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

નવનાથ વણિક સમાજની નવી ગુજરાત પ્રદેશ યુવા ટીમ : અધ્‍યક્ષ મોનિલ શાહ

 

રાજકોટ : નવનાથ વણિક સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા શાખાની રચના કરવામાં આવી છે. સંસ્‍થાના સંસ્‍થાપક તથા રાષ્‍ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઇ શાહે પ્રદેશ યુવા શાખાની રચના કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

ગુજરાત પ્રદેશ યુવા શાખાના અધ્‍યક્ષ મોનિલભાઇ શાહ, મહામંત્રી ધવલભાઇ શાહ, સોશિયલ અને મીડિયા ઇન્‍ચાર્જ રવિભાઇ દોશીની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ યુવા શાખા દ્વારા આગામી ૧૦ ડિસેમ્‍બર ર૦ર૬ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લા, ઝોન અને પ્રદેશ સ્‍તરે કુલ પ૦૪ પ્રતિનિધિઓની સશકત ટીમ તૈયાર કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે. આ ટીમના માધ્‍યમથી ગુજરાતભરના યુવા ભાઇઓ-બહેનોને સંગઠિત કરી વણિક સમાજમાં આશરે ૧ લાખ નવા સભ્‍યો જોડવાનો મહત્‍વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

યુવા શાખા દ્વારા આગામી સમયમાં મેડીકલ કેમ્‍પ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, યુવા રાજકીય જાગૃતિ/શિબિર, રોજગાર અભિયાન, વેવિશાળ મેળો જેવી સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.

તસ્‍વીરમાં મોનિલભાઇ શાહ, ધવરભાઇ શાહ, રવિભાઇ દોશી, હર્ષભાઇ મહેતા, શ્રેયાંશભાઇ શેઠ, ફલકભાઇ અજમેરા, હાદિભાઇ ચાંપાનેરી, રિધમભાઇ ધોળકીયા, પ્રથમભાઇ સોની, તિલકભાઇ આડેસરા, જેનીસભાઇ મહાજન, રૂદ્વાભાઇ રાણપરા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:45 PM IST)