તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
રાજકોટના નાકરાવાડી ખાતે કાલે નવરંગો માંડવોઃ નવ શનિધામ આશ્રમનો પ્રથમ પાટોત્સવ ઉજવાશે
ત્રિદેવીઓના સાનિધ્યમાં ર૪ કલાક ભક્તિનો મહાકુંભ : મહંત માલાદાસ બાપુના અધ્યક્ષ સ્થાને માતાજીના સામૈયા, ભુવાશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

રાજકોટ : નાકરાવાડી ગામ પાસે આવેલ ધમલપર રોડ પર સ્થિત નવા શનિધામ આશ્રમ ખાતે બિરાજમાન મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ વર્ષગાંઠ (પાટોત્સવ) નિમિતે ત્રિદેવીઓના ર૪ કલાકના ‘‘નવરંગા માંડવા''નું ભવ્ય આયોજન આવતીકાલે તા. ૧/પના શુક્રવારે કરવામાં આવ્યું છે. પંચની દેવી શ્રી ધાવણી માતાજી (નાકરાવાડી)ની કૃપાથી તેમજ ચમત્કારી શ્રી સુંધા ચામુંડા માતાજી, શ્રી પ્રગટ મોગલ માતાજી અને શ્રી જાગતિ મેલડી માતાજીના સાનિધ્યમાં આ ભક્તિમય ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમના મહંત શ્રી માલાદાસબાપુ (ગુરૂ શ્રી પૂર્ણદાસ બાપુ)(મો. ૯૯૭૯૦૮૪૧૩૯)ના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા જોઇએ તો થંભલી રોપવાનું મુહૂર્ત : તા. ૦૧/૦પ શુક્રવાર સવારે શુભ ચોઘડીયે, માતાજીના સામૈયા સવારે ૯:૩૦ કલાકે, બપોરે ૧ર કલાકે મહાપ્રસાદ, તાવા પ્રસાદ સાંજે ૭ કલાકે, થંભલી વધાવવાનું મુહૂર્ત તા. ૦ર/૦પ શનિવાર સવારે શુભ ચોઘડીયે રાખેલ છે. માંડવા દરમિયાન જાણીતા રાવળદેવ શ્રી ધર્મેશભાઇ રાવળ પોતાની આગવી શૈલીમાં ડાક-ડમરુના તાલે માતાજીના ગુણગાન ગાશે. આ સાથે શ્રી અનિલભાઇ કુલાવત (ચામુંડા માતા તથા ધાવણી માતાના ભુવાશ્રી), શ્રી હિતેશભાઇ નીમાવત (કલમના ભુવાશ્રી - જપણી માતા તથા કાળભૈરવ દાદાના), શ્રી બાલાભાઇ, શ્રી વિઠ્ઠલભાઇ કુલાવત અને શ્રી દિનેશભાઇ રામાવત સહિતના હાજરી આપશે. ધર્મપ્રેમીજનોને દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ અપાયું છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:47 PM IST)










