<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) દ્વારા નવરાત્રી મહોત્‍સવ

આવક શહિદ વીર જવાનોના પરિવારોને અપાશેઃ ખેલૈયાઓ પરંપરાગત ગરબીની રમઝટ બોલાવશે

રાજકોટઃ  શ્રી સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્‍ટ (એસ.પી.જી.) દ્વારા તા.૧૧ બાપાસીતારામ ચોક, મવડી, રાજકોટ ખાતે નવરાત્રીનું આયોજન કરવામા આવેલ છે. જેમા ખેલૈયાઓ  પરંપરાગત ગરબા અને  રાસની રમઝટ બોલાવશે સાથે સેવા, સંસ્‍કળતી અને રાષ્‍ટ્રભાવનાનો અનોગો સંગમ જોવા મળશે.

નવરાત્રીમાં મળેલ અનુદાન દેશ માટે શહિદ થયેલા વીર જવાનોના પરિવારજનોને સમર્પીત કરવામાં આવશે,

ઉલેખનીયછે કે   સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્‍ટ ગૌશાળામાં   ઘાસચારો, ગરીબ વિધાર્થીઓને શૈક્ષણીક સહાય જેવી સામાજીક પ્રવળતીઓ કરવામા આવે છે. 

 આયોજનમા જસ્‍મીનભાઈ પીપળીયા (એસ.પી.જી. સૌરાષ્‍ટ્ર અધ્‍યક્ષ અને  રાજકોટ જીલ્લા પંચાયત સદસ્‍ય) લલીતભાઈ રાદડીયા (આ૨.ડી.સી. બેંક ડીરેક્‍ટર),  મહેન્‍દ્રભાઈ વાછાણી (એસ.પી.જી. સૌરાષ્‍ટ્ર કારોબારી), જયેશભાઈ બોઘરા (માર્કેટીંગ યાર્ડ ચેરમેન), લાલજીભાઈ ચોવટીયા (એસ.પી.જી. જીલ્લા સંગઠન મંત્રી) દિલીપભાઈ લુણાગરીયા (એસ.પી.જી. સૌરાષ્‍ટ્ર મહામંત્રી) દિપભાઈ રૈયાણી (એસ.પી.જી. રાજકોટ પ્રમુખ) યતીનભાઈ રોકડ(એસ.પી.જી. વેસ્‍ટ ઝોન પ્રમુખ)જહેમત ઉઠાવી રહયા છે. યુવા એડવોકેટ રીપલભાઇ ગેવરીયા માર્ગદર્શન પૂરૂ પાડી રહયાનું યાદીના અંતમાં જણાવાયું છે.

આ અંગે વધુ માહિતી માટે   ૭૯૯૦૩ ૪૮૦૦૭/૯૮૭૯૪ ૯૫૯૧૨ઉપર સંપર્ક કરી શકાયછે. (તસ્‍વીરમાં ચંદ્રેશભાઇ ખૂંટ, હિતેશભાઇ નાગાણી, બ્રિજેશભાઇ સોજીત્રા, યતિનભાઇ રોકડ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:42 PM IST)