તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
શાંત વિરોધ નોંધાવી રહેલા વિદ્યાર્થીઓના હાથમાં પથ્થર કે લાઠી ન હતી તેમણે વડાપ્રધાન નિવાસસ્થાનના દરવાજા તોડવાના પ્રયાસો કર્યા ન હતા છતા આંતકીઓ જેવો વ્યવહાર?! : જુઓ વિડિયો
નીટ પેપરના મુદે રાજકોટમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સઃ ૨૦૨૪માં ગોધરામાંથી નીટનું પેપર લીક થયુ અને ભાજપના પદાધિકારીઓ ઝડપાયા ત્યારે સરકારે બોધપાઠ લીધો હોત'તો ૨૦૨૬માં પેપર લીક થયુ ન હોત અને ૨૧ વિદ્યાર્થીઓને પોતાની જીંદગી ગુમાવી પડી ન હોત.... : ડરી ગયેલી ભાજપ સતા જવાની બીકે વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે પરંતુ ભાજપ યાદ રાખે કે કંસે શ્રીકૃષ્ણને જેલમાં ધકેલ્યા ત્યારે સત્તા બચી ન હતી, અંગ્રેજોએ સ્વતંત્રતા સેનાનીઓને જેલમાં ધકેલ્યા ત્યારે સત્તા બચાવી શકયા ન હતા, હવે વિદ્યાર્થીઓને કે તેમના પ્રશ્ને લડત આપનારને જેલમાં ધકેલવાના પ્રયાસો થઇ રહયા છે ત્યારે ભાજપની સત્તા પણ સલામત નથી : શકિતસિંહ ગોહિલના પ્રહારો : ૧૨ વર્ષની દિકરીની પીઠ પર સટાસટ પડતી લાઠીઓ જોઇને, આઇસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી ૧૯ વર્ષની દિકરીને ઝઝમુતી જોઇને, જંતરમંતર પર વાંગચુકને ઉઠાવી ગયા બાદ ખાલી કરો... ખાલી કરો..ના બરાડા પાડી થયેલા લાઠીચાર્જના દ્રશ્યો જોઇને, લાખો વિદ્યાર્થીઓ પર લાઠીઓ વિંઝાતા થયેલી દોડધામમાં રસ્તાઓ પર આમથી તેમ પડેલા બુટ-ચપ્પલ જોઇને દેશની જનતા ભાજપને ઓળખી ગઇ છે

રાજકોટઃ છેલ્લા એક માસ જેટલા સમયથી દિલ્હીના જંતરમંતર ખાતે નીટ પેપરલીક કાંડમાં કારર્કીદી હોમાય જતા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અને આત્મહત્યા કરનાર૨૧- વિદ્યાર્થીઓના પરિવારને વળતર ચુકવવાની માંગણી સાથે લોકશાહી ઢબે મોૈન વિરોધ-ધરણા અને સંસદ તરફ કુચ કરી રહેલા યુવાન વિદ્યાર્થીઓ ઉપર સરકારે કરેલા આતંકવાદી જેવા વર્તનના વિરોધમાં આજે રાજકોટ ખાતે કોંગ્રેસના રાજયસભાના પૂર્વ સાંસદ શકિતસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી સતાધારી ભાજપની નિતી-રીતી સામે મુદાસરનો સણસણતો વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા શ્રી શકિતસિંહ ગોહિલે આત્મહત્યા કરનાર ૨૧ વિદ્યાર્થીઓને શ્રધ્ધા સુમન અર્પણ કરી તેમના પરિવારો ઉપર આવી પડેલુ દુઃખ સહન કરવાની ભગવાન શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવેલ કે, સ્વાભાવીક છે કે, નીટની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ તેજસ્વી જ હોય આવા ૨૧ વિદ્યાર્થીઓની ખોટ દેશને પડી છે. આ ઉપરાંત પેપરલીક થવાથી ૨૨ લાખ જેટલા છાત્રોને ફરીથી પરીક્ષાઓ આપવી પડી છે. તેની પાછળ શિક્ષણ વિભાગના બજેટ જેટલો ખર્ચો થયો છે અને વિદ્યાર્થીઓની શારીરીક-માનસીક અવસ્થાને ન આંકી શકાય તેવુ નુકશાન થયુ છે.
ભારતનું બંધારણ દુનિયાનું શ્રેષ્ઠ લેખીત બંધારણ છે. અપેક્ષા વગર સ્વતંત્રતાની લડત લડી આઝાદી અપાવનાર દેશના શીલ્પીઓની બંધારણ સભાના ડોકટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ ઘડયુ. આ બંધારણમાં અપાયેલા મૂળભુત અધિકારો પૈકી એક વાણી સ્વતંત્રતા, અભિવ્યકિતની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ ધરણા-પ્રદર્શનની સ્વતંત્રતા અને સરકારની નીતી પસંદ ન હોય તો જનતાને વિરોધનો અધિકાર અપાયો છે. મુળભુત અધિકારો બંધારણનો આત્મા છે. સરકાર આત્માને તોડી રહી છે. બંધારણના મૂળભુત અધિકારો માટે શાંત લડત લડી રહેલા વિદ્યાર્થીઓ અને વિરોધપક્ષો લાખો માણસો દેશભરમાંથી ભેગા કરી કાયદો હાથમાં લઇ શકયા હોત પણ તેમણે તેવુ કર્યું નથી.
ભૂતકાળમાં કદી ન બની ન હોય તેવી ઘટનાઓ ભાજપ સરકારના રાજમાં વારંવાર બની રહી છે. ગુજરાતના સચિવાલયના ચ-રોડ, ચ-૫ તરીકે ઓળખાતી જગ્યાએ સરકાર વિરૂધ્ધ જેને આંદોલન કરવુ હોય તેને જગ્યા ફાળવાતી હતી. એટલુ જ નહી જે સરકારનો વિરોધ થતો તે જ સરકાર દ્વારા વિરોધ નોંધાવનાર માટે છાંયડા- પાણીની વ્યવસ્થા જે તે સરકાર કરતી હતી. ત્રિકોણ ચોકમાં હાલની સ્થિતી શું છે તે સોૈ કોઇ જાણે છે. હવે પરમીશન માંગવા જવી પડે છે!.
સભાના ડોકટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ ઘડયુ. આ બંધારણમાં અપાયેલા મૂળભુત અધિકારો પૈકી એક વાણી સ્વતંત્રતા, અભિવ્યકિતની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ ધરણા-પ્રદર્શનની સ્વતંત્રતા અને સરકારની નીતી પસંદ ન હોય તો જનતાને વિરોધનો અધિકાર અપાયો છે. મુળભુત અધિકારો બંધારણનો આત્મા છે. સરકાર આત્માને તોડી રહી છે. બંધારણના મૂળભુત અધિકારો માટે શાંત લડત લડી રહેલા વિદ્યાર્થીઓ અને વિરોધપક્ષો લાખો માણસો દેશભરમાંથી ભેગા કરી કાયદો હાથમાં લઇ શકયા હોત પણ તેમણે તેવુ કર્યું નથી.
ભૂતકાળમાં કદી ન બની ન હોય તેવી ઘટનાઓ ભાજપ સરકારના રાજમાં વારંવાર બની રહી છે. ગુજરાતના સચિવાલયના ચ-રોડ, ચ-૫ તરીકે ઓળખાતી જગ્યાએ સરકાર વિરૂધ્ધ જેને આંદોલન કરવુ હોય તેને જગ્યા ફાળવાતી હતી. એટલુ જ નહી જે સરકારનો વિરોધ થતો તે જ સરકાર દ્વારા વિરોધ નોંધાવનાર માટે છાંયડા- પાણીની વ્યવસ્થા જે તે સરકાર કરતી હતી. ત્રિકોણ ચોકમાં હાલની સ્થિતી શું છે તે સોૈ કોઇ જાણે છે. હવે પરમીશન માંગવા જવી પડે છે!.
દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ-રેલી કરી રહેલાઓ પાસે હથિયારો ન હતા. સતાધારી ભાજપે જે બર્બરતાથી લાઠીચાર્જ કર્યો અને અશ્રુવાયુ છોડયો તે જોઇ સોૈનું દિલ દ્રવી ઉઠયુ છે. ૧૨ વર્ષની દિકરીની પીઠ પર સટાસટ પડતી લાઠીઓ જોઇને, આઇસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી ૧૯ વર્ષની દિકરીને ઝઝમુતી જોઇને અને લાખો વિદ્યાર્થીઓ પર લાઠીઓ વિંઝાતા થયેલી દોડધામમાં રસ્તાઓ પર આમથી તેમ પડેલા બુટ-ચપ્પલ જોઇ, જંતરમંતર પર વાંગચુકને ઉઠાવી ગયા બાદ ખાલી કરો... ખાલી કરો..ના બરાડા પાડી થયેલા લાઠીચાર્જના દ્રશ્યો જોઇ દેશની જનતા ભાજપને ઓળખી ગઇ છે.
રાજયસભામાં રાહુલ ગાંધી અને પક્ષપ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગેએ નીટ કાંડ અંગે સભા મોકુફીના પ્રસ્તાવ સાથે ચર્ચા માંગી તે સ્વીકારવામાં ન આવી. ચર્ચાના નાટક થયા. લાંબા ભાષણોને ચર્ચા ન કહેવાય. સભા મોકુફી સાથે વિસ્તૃત ચર્ચા આપો. શિક્ષણનો બંધારણમાં હકક અપાયેલો છે. ‘‘રાઇટ ટુ એજયુકેશન''નો હક્ક કોંગ્રેસ સરકારે આપેલો છે જેને ઘોળીને ભાજપ સરકાર પી ગઇ છે. તમારા કાકા, મામા, માસા કે જેઓ ભૂતકાળમાં ડોકટર, એન્જીનીયર બન્યા હોય તેમને પુછજો કેટલો ખર્ચ થયો હતો.? નજીવી રકમમાં ભણી શકાતુ બીકોમ, બીએ, એલએલબી, બીએસસી સહિતના ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસક્રમો સંપૂર્ણ મફત જેવા હતા. મેં પણ એવી જ રીતે શિક્ષણ મેળવ્યુ છે. વર્તમાન ભાજપ સરકારે તો શિક્ષણને વ્યાપાર બનાવી દિધુ છે. નીટનું પેપર લીક થયુ તેના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને બાજુ ઉપર મુકી જે કોઇ ડોકટર બનશે તે લોકોની સારવાર શું કરશે?. ૨૨ લાખ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડી. શિક્ષણના એક આખા વર્ષના બજેટ જેટલો ફરીથી ખર્ચ, કામના કલાકોનો વ્યય અને વિદ્યાર્થીઓની કથળેલી માનસીક- શારીરીક હાલતને થયેલા અકલ્પનીય નુકશાન માટે ભાજપ સરકાર જ જવાબદાર છે. પરંતુ હજુ પણ સબ સલામતની આલબેલ પોકારી રહયા છે.!
મોદીજીના ‘‘મન કી બાત'' કાર્યક્રમની માફક એકતરફી વાત નહી, રાહુલ ગાંધીએ ‘‘છાત્રો કી ગુંજ'ના નામે વિદ્યાર્થીઓના પ્રશ્નો વિશે ખુલ્લા મને દ્વિપક્ષીય ચર્ચાઓ શરૂ કરી છે. આજે હું પણ હેમુ ગઢવી હોલમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા મને ચર્ચા કરીશ.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪માં નીટનું પેપર લીક થયુ ત્યારે ગુજરાત એપી સેન્ટર રહયુ હતું. ગોધરામાંથી પેપર લીક થયુ તે સંસ્થાના કર્તાહર્તા ભાજપાના હોદેદારો હતા. ત્યારે તેમના ઘર પર બુલડોઝર ન ફર્યા. તેમના ટાંટીયા ન ભાંગ્યા. આજે નાના એવા અપરાધીઓને લુલા લંગડા કરી દેવામાં આવે છે.
૨૦૨૪ના નીટ પેપર લીક મુદે મેં રાજયસભામાં પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે સરકારે બોધપાઠ લીધો હોત'તો આ વર્ષે ફરી નીટનું પેપર લીક થયુ ન હોત. સરકાર આ મુદે ચર્ચાની ખોટી વાતો કરે છે. માત્ર ભાષણો કરે છે. જયારે-જયારે સત્તાધીશો અહંકારી અને અત્યાચારી બને છે ત્યારે જનતા જાગે છે. માધ્યમ કોઇને કોઇ બને છે. નીટના મુદે સમગ્ર દેશમાં વિરોધ ઉઠયો છે. આ ઉપરાંત મોઘવારી, ફિકસ પગાર, કોન્ટ્રેકટ પધ્ધતી, તલાટી મંત્રીની પરીક્ષાઓમાં, ભરતીઓમાં ભ્રષ્ટાચાર સહિત લાંબી લચ્ચ તકલીફોના લીસ્ટથી પ્રજા ઘેરાયેલી છે. ત્યારે હવે ઇડી-સીડી, સીબીઆઇથી આગળ વધી આંદોલનકારીઓને ફસાવવાના પ્રયાસો થશે. પરંતુ આંદોલન અટકશે નહી. તમામ વિરોધપક્ષની ફરજ છે કે, પોલીટીકલ- નોન પોલીટીકલ મુદે પ્રજાના પ્રશ્નો ઉઠે ત્યારે વિરોધમાં આગળ આવુ પડશે. વાંગચુકે સ્નાયુ ગળી ગયા ત્યાં સુધી જીવના જોખમે ઉપવાસ ચાલુ રાખ્યા છે.
કોંગ્રેસી સરકાર હતી ત્યારે અનેક વિરોધ પ્રદર્શનો થતા હતા. સભા મોકુફીના પ્રસ્તાવો સ્વીકારી ચર્ચાઓ અમે કરતા હતા. બોફોર્સ તોપ જેણે કારગીલમાં વિજય અપાવ્યો તેનો વિરોધ કરતા ભાજપ સહિતના વિપક્ષોને રાજીવ ગાંધીએ કે કોંગ્રેસ સરકારે કદી રોકયા ન હતા. રેલ અકસ્માત કે પ્લેન અકસ્માતો વખતે નૈતીક જવાબદારી સમજી અમારા મંત્રીઓ રાજીનામા આપતા હતા. પવન બંસલે તો તેમના દુરના ભાણેજનું નામ ઉછળ્યુ ત્યારે પણ નૈતીક જવાબદારી સમજી રાજીનામુ આપી દીધુ હતું.
આ સરકાર તો ચોરી ઉપર સે સીનાજોરી કરી રહી છે. નીટ મુદે ચાલી રહેલા આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓ કે વડાપ્રધાનના ઘર સામે વિરોધ નોંધાવેલા જવાબદાર લોકો મૂળભૂત અધિકાર સાથે વિરોધ નોંધાવવા ગયા હતા. લાખોના ટોળા ભેગા કરી વડાપ્રધાનના નિવાસસ્થાને હલ્લો બોલાવવા ગયા ન હતા. શિક્ષણમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી ભૂલ સુધારી લે તો નાના નહિ થઇ જાય. હવે જનતા સમજી ગઇ છે કે, ડરી ગયેલી ભાજપ સત્તા જવાની બીકે જેલમાં નાખવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ તેઓ યાદ રાખે કે, કંસે શ્રીકૃષ્ણને જેલમાં ધકેલ્યા ત્યારે તેની સત્તા બચી ન હતી, અંગ્રેજોએ સ્વતંત્રતા સેનાનીઓને જેલમાં ધકેલ્યા ત્યારે સત્તા બચી ન હતી. હવે આ સરકાર પણ આ રસ્તે ચાલીને પોતાની સરકાર બચાવી શકશે નહી.(૨.૧૭)
(2:58 PM IST)










