તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
જોષી પરિવારના આંગણે નયનોમાં નેહ, કિરીટભાઈ ગણાત્રાએ
યજ્ઞોપવિત પ્રસંગે વરસાવ્યા આશીર્વાદના અપાર મેહ શ્રીમતી મોનિકાબેન અને શ્રી અજયભાઈ જોષીના પૂત્રરત્ન ચિ.કથનના યજ્ઞોપવિત અવસર ઉજવણીઃ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરી

રાજકોટ, અકિલાના પત્રકાર અમીત જોષીના ભત્રીજાના યજ્ઞોપવીત સંસ્કાર સમારોહની ધાર્મિક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે જોષી પરિવારના આમંત્રણને માન આપી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ ખાસ ઉપસ્થિત રહી બટુકને આશીર્વાદ તથા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પવિત્ર પ્રસંગે પૂજ્ય સંત સેવકદાસ બાપુએ પણ આશીર્વચન પાઠવી બટુકના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલકામનાઓ કરી હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)થી ખાસ પધારેલા ડો. દિવાકરજી કુલકર્ણી તથા મિત્ર તેમજ રાજકોટ એઈમ્સના પૂર્વ રેસિડેન્ટ ડોક્ટર ડો. આદિત્યભાઈ કુલકર્ણીએ પણ ઉપસ્થિત રહી જોષી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
યજ્ઞોપવિત સંસ્કારના આ માંગલિક અવસરે પરિવારજનો અને તોહીજનોની ઉપસ્થિતિથી આનંદ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો. યજ્ઞોપવીત સંસ્કાર સમારોહની યાદગાર પળોમાં અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, પૂજ્ય સંત સેવકદાસ બાપુ, ડો.દિવાકરજી કુલકર્ણી, ડો. આદિત્યભાઈ કુલકર્ણી તેમજ બટુકના દાદા ચુનીભાઈ-દાદી શોભનાબેન, પિતાશ્રી અજયભાઈ, માતુશ્રી મોનિકાબેન, કાકા દાદા નટુભાઈ, કાકા અમિતભાઈ, કાકી દિશાબેન સહિતના પરિવારજનો દૃશ્યમાન થાય છે.
(3:51 PM IST)










