<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

દેવપરામાં નેહાબેન ચોૈહાણે માનસિક બિમારીની ૬૦ ગોળીઓ પી લેતાં મોત

સારવારમાં મૃત્‍યુઃ માસુમ દિકરો મા વિહોણો થતાં અરેરાટી

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ પર દેવપરા પાસે ઇન્‍દિરાનગર મેઇન રોડ શાક માર્કેટ નજીક રહેતાં નેહાબેન સંદિપભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૯) નામના પરિણીતાએ માનસિક બિમારીથી એક સાથે ૬૦ જેટલી ગોળીઓ પી લેતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ દેવપરામાં રહેતાં નેહાબેન ચોૈહાણે તા. ૨ના રાતે એકાદ વાગ્‍યે પોતાની માનસિક બિમારીની દવા ચાલુ હોઇ તે આખા મહિનાની ૬૦ ગોળીઓ એક સાથે પી લીધી હતી. બાદમાં તબીયીત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. પરંતુ સારવાર દરમિયાન આજે વહેલી પરોઢે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર નેહાબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. તેણીને સંતાનમાં એક દિકરો છે. પતિ સંદિપભાઇ ચોૈહાણ-કારડીયા રજપૂત કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવે છે. માનસિક બિમારીથી કટાળીને એક સાથે વધુ ગોળીઓ પી લીધાનું જણાવાયું હતું.

(4:41 PM IST)