<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

વિશ્વનગરના નેહાબેનનું એક્‍ટીવા રેસકોર્ષમાંથી ‘છૂ': સાથે ૧.૨૮ લાખનું સોનાનું બિસ્‍કુટ પણ ગયું

ભાઇએ પરત આપેલુ બિસ્‍કીટ પર્સની ચેઇન ખરાબ હોવાથી ટુવ્‍હીલરની ડેકીમાં રાખ્‍યું હતું : ભાઇ અને દિકરા સાથે મહિલા ગાર્ડનમાં અડધો કલાક લટાર લગાવીને આવ્‍યા ત્‍યાં વાહન ગાયબ હતું: પ્રધ્‍યુમનનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૩: રેસકોર્ષ મેદાનમાં બાલભવન ગેઇટથી રમેશભાઇ પારેખ રંગભવન જવાના રસ્‍તા પરથી વિશ્વનગરના એક મહિલાનું ટુવ્‍હીલર ચોરાઇ જતાં પ્ર.નગર પોલીસમાં જાણ કરી છે. આ વાહનની ડેકીમાં રૂા. ૧,૨૮,૦૦૦નું સોનાનું બિસ્‍કીટ પણ હતુ

આ બનાવમાં પ્ર.નગર પોલીસે મવડી ખીજડવાવાળો રોડ વિશ્વનગર-૮માં રહેતાં નેહાબેન હિરેનભાઇ કાનાબાર (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ મવડી વિસ્‍તારમાં આવેલા ચંદ્રેશનગર, વિશ્વનગર-૦૮ ખાતે રહેતા અને બ્‍યુટી પાર્લર ચલાવતા નેહાબેન હિરેનભાઈ કાનાબાર (ઉ.વ. ૩૨) ગત તા.૪/૬ના રોજ રાત્રે નવેક વાગ્‍યે તેમના ભાઈ પ્રકાશભાઈ કાળુભાઈ ડાભી અને તેમના ૫ વર્ષના દિકરાને તેડવા માટે પોતાનું એક્‍ટિવા  જીજે૦૩સીબી-૧૩૮૩ લઇને ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન ગયા હતા.

યાં તેમના ભાઈ પ્રકાશભાઈએ નેહાબેનને અગાઉ સાચવવા આપેલું ૧૦ ગ્રામ સોનાનું બિસ્‍કિટ જે નીલકંઠ જ્‍વેલર્સ રાજકોટમાંથી ખરીદાયેલું હતું તે પરત આપ્‍યું હતું. નેહાબેનના પર્સની ચેઈન ખરાબ હોવાના કારણે તેમણે આ કિંમતી સોનાનું બિસ્‍કિટ સુરક્ષા ખાતર પોતાના એક્‍ટિવાની ડીકીમાં મુકી દીધું હતું. ત્‍યારબાદ તેઓ ત્રણેય જણા રાત્રે આશરે દસેક વાગ્‍યે રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે ફરવા માટે ગયા હતા.

નેહાબેને પોતાનું એક્‍ટિવા રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં બાલભવન ગઇેટથી રમેશભાઈ પારેખ રંગભવન તરફ જતા રોડ પર ગલીમાં પાર્ક કર્યું હતું અને તેઓ પરિવાર સાથે ગાર્ડનની અંદર ગયા હતા. આશરે અડધો કલાક ગાર્ડનમાં વિતાવીને જ્‍યારે તેઓ રાત્રે સાડા દસેક વાગ્‍યે પરત આવ્‍યા ત્‍યારે પાર્ક કરેલું એક્‍ટિવા ત્‍યાં જોવા મળ્‍યું નહોતું. આજુબાજુમાં ઘણી તપાસ કરવા છતાં એક્‍ટિવાનો કોઈ પતો લાગ્‍યો ન હતા. જેથી વાહન કોઇ ચોરી ગયાનું જણાયું હતું.

આ ઘટના અંગે નેહાબેને ૧૩/૦૬ના રોજ ઓનલાઈન ઈ-અરજી કરી હતી. ત્‍યારબાદ તારીખ ૨૨/૦૬ના રોજ તેઓએ રૂબરૂ પોલીસ સ્‍ટેશન પહોંચીને આ ફરિયાદ નોંધાવી  હતી. રૂપિયા ૧૫,૦૦૦ની કિંમતનું એક્‍ટિવા મોટરસાયકલ અને ડીકીમાં રાખેલુ રૂપિયા ૧,૨૮,૦૦૦ની કિંમતનું સોનાનું બિસ્‍કિટ મળી કુલ ૧,૪૩,૦૦૦ની ચોરીનો ગુનો પીઆઇ એમ. ડી. પરમારની રાહબરીમાં હેડકોન્‍સ. કે. એન. ચુડાસમાએ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. 

(2:12 PM IST)