તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
‘સેવા સેતુ'માં EWS પ્રમાણપત્ર સુવિધાની તાત્કાલીક અમલવારી શરૂ કરાવતા નેહલ શુકલ
કાર્યક્રમ દરમિયાન EWS અંગે સુચન મળતા મેયર દ્વારા તુરંત કલેકટર તંત્રનો સંપર્ક કરી સેવાનો લાભ અપાવ્યો : આર્થિક રીતે નબળા સવર્ણ પરિવારોને ઘરઆંગણે મળશે પ્રમાણપત્રઃ શિક્ષણ અને સરકારી ભરતીમાં ૧૦ ટકા અનામતનો લાભ લેવામાં સરળતા

રાજકોટ :.. આર્થિક રીતે નબળા સવર્ણ પરિવારોને હવે મહાનગરપાલિકા દ્વારા યોજાતા ‘સેવા સેતુ' કાર્યક્રમમાં EWS પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે. મેયર ડો. નેહલ શુક્લની પહેલ અને સૂચનથી આ સેવાનો પ્રથમ વખત સેવા સેતુમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. EWS પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા લાંબી હોવાની અને આ સેવા અત્યાર સુધી મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપલબ્ધ નહીં હોવાની બાબત મેયર ડો. નેહલ શુક્લના ધ્યાન પર આવી હતી. તેમણે આ અંગે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને સેવા સેતુ કેમ્પમાં આ સુવિધા તાત્કાલિક શરૂ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરાવી છે.
હવે પાત્ર પરિવારો અન્ય સરકારી દાખલાઓની જેમ ઘરઆંગણે યોજાતા સેવા સેતુ કાર્યક્રમમાંથી EWS પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે. નિયત માપદંડ મુજબ વાર્ષિક આવક રૂ.૮ લાખથી ઓછી ધરાવતા અને અન્ય શરતો પૂર્ણ કરતા પરિવારોને આ પ્રમાણપત્રના આધારે શિક્ષણ તથા સરકારી ભરતીમાં ૧૦ ટકા EWS અનામત સહિત વિવિધ સરકારી લાભ મેળવવામાં સરળતા રહેશે.
મેયર ડો. નેહલ શુક્લે પાત્ર પરિવારોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લઈને ચ્ષ્લ્ પ્રમાણપત્ર માટે અરજી કરવા અને સમાજના જરૂરિયાતમંદ પરિવારો સુધી આ માહિતી પહોંચાડવા અપીલ કરી છે.
(3:47 PM IST)










