હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોર્પોરેટરોને નેહલ શુક્લનું ઓચિંતુ તેડું: સાંજે તાત્કાલિક બેઠક
એજન્ડા ગુપ્ત રાખતાં ચર્ચાઓ તેજઃ પદભાર સંભાળ્યાની મિનિટોમાં એક્શનમાં આવેલા પ્રથમ નાગરિકનો કડક અંદાજ

રાજકોટ, તા.૩૦: મેયર તરીકે પદભાર સંભાળ્યાના ગણતરીના સમયમાં જ એક્શન મોડમાં આવી ગયેલા રાજકોટના પ્રથમ નાગરિક ડૉ. નેહલ શુક્લે શહેરના વહીવટી અને લોકહિતના કાર્યોમાં ઝડપ લાવવાનો પ્રયાસ તેજ કરી દીધો છે. અધિકારીઓ સાથે સતત બેઠક અને મેદાની મુલાકાતો વચ્ચે હવે તમામ કોર્પોરેટરોને પણ મેયરનું ઓચિંતુ તેડું પહોંચતાં રાજકીય અને કોર્પોરેશન વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે.
ડેપ્યુટી કમિશનરને મેયરની ચેમ્બરમાં દૈનિક કામગીરીનો સંક્ષિપ્ત રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
મળતી માહિતી મુજબ આજે સાંજે ૫:૩૦ કલાકે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમમાં કોર્પોરેટરોની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. તમામ કોર્પોરેટરોને ફરજિયાત હાજર રહેવા માટે એક લીટીનો સ્પષ્ટ સંદેશ મોકલી દેવામાં આવ્યો છે. જોકે, બેઠકનો એજન્ડા જાહેર ન કરાતા કોર્પોરેટરોથી લઈને અધિકારી વર્ગમાં ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ ગઈ છે.
સૂત્રોનું માનવું છે કે મેયર દ્વારા શહેરના દરેક વોર્ડમાં ચાલી રહેલા કામો, પેન્ડિંગ પ્ર‘ો, સફાઈ, પાણી, રસ્તા, સ્ટ્રીટલાઈટ અને નાગરિક સુવિધા જેવા મુદ્દાઓ અંગે સીધી સમીક્ષા કરવામાં આવી શકે છે. ઙ્કએક પણ વોર્ડમાંથી ફરિયાદ ન આવવી જોઈએઙ્ઘ એવો કડક સંદેશ કોર્પોરેટરોને આપવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
મેયર પદે ગુરૂવારે સત્તારૂઢ થયા બાદ ડૉ. નેહલ શુક્લે પ્રથમ જ દિવસે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને તમામ પેન્ડિંગ કામોની વિગતવાર યાદી રજૂ કરવા સૂચના આપી હતી. કયું કામ કયા તબક્કે પહોંચ્યું છે અને કયાં વિલંબ છે તેની સમીક્ષા કરી સોમવારે રિપોર્ટ સાથે હાજર રહેવા માટે અધિકારીઓને કહી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર દોડધામ વચ્ચે સાંજે કોર્પોરેટરોની બેઠકનું અચાનક આયોજન થતાં શહેરના રાજકીય માહોલમાં પણ હલચલ વધી છે. કેટલાક કોર્પોરેટરોએ બેઠકના એજન્ડા અંગે પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું હતું કે ખુદ મેયર તરફથી કોઈ વિશિષ્ટ વિષય જાહેર કરવામાં આવ્યો નથી. માત્ર સમયસર અને ફરજિયાત હાજરી આપવા માટે જ સૂચના આપવામાં આવી છે.મેયરની આ ઝડપી કાર્યશૈલીનો પ્રભાવ હવે કોર્પોરેશનના અધિકારી તંત્ર પર પણ દેખાવા લાગ્યો હોવાનું મનાઈ રહ્યું છે. રોજબરોજ કામગીરીની સમીક્ષા માટે સતત બેઠક યોજાઈ રહી છે અને અધિકારીઓને જવાબદારી સાથે કામ પૂર્ણ કરવા દબાણ અનુભવાઈ રહ્યું છે.
કોર્પોરેશનના ચારેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર માટે પણ મેયર ડૉ. નેહલ શુક્લે નવી કાર્યપદ્ધતિ અમલમાં મૂકી હોવાની ચર્ચા છે. મળતી માહિતી મુજબ, રોજ કચેરી સમય પૂર્ણ થાય તે પહેલાં ચારેય ડીએમસીએ મેયરની ચેમ્બરમાં હાજર રહી દૈનિક કામગીરીનો સંક્ષિપ્ત રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.










