તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મુસ્લિમ શખ્સ ભગાડી ગયા બાદ પરત આવેલી નેપાળી પરિણીતાનો બ્લેડથી કાપા મારી, ગળાફાંસો ખાઇ આપઘાત
દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરનો બનાવઃ ત્રણ સંતાન માતા વિહોણા થયા : મંગળવારે ગુમ થઇ હતી, ગઇકાલે પરત આવ્યા બાદ પતિએ બધુ ભુલી જવાનું કહી સમાધાન કર્યુ હતું: સવારે બાજુમાં રહેતાં માતા-પિતાના ઘરે જઇ પગલુ ભરી લીધું: ચિઠ્ઠીમાં લખ્યું-કોઇનું દબાણ નથી, જાતે પગલુ ભરુ છું: થોરાળા પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૨: દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ ક્વાર્ટરમાં રહેતી નેપાળી પરિણીતાએ મંગળવારે મુસ્લિમ શખ્સ સાથે ભાગી ગયા બાદ ગઇકાલે પરત આવી ગયા પછી આજે સવારે બાજુમાં જ રહેતાં પિતાના ઘરે જઇ પહેલા હાથ પર બ્લેડથી છરકા મારી બાદમાં માતા થોડીવાર માટે બહાર જતાં ટીવીનું વોલ્યુમ ફુલ કરી દઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણીએ ચિઠ્ઠીમાં કોઇનું દબાણ નથી, જાતે પગલુ ભરુ છું તેવું લખ્યું હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ ગુ.હા. બોર્ડ કવર્ટરમાં રહેતી ભગવતીબેન પવન પરિહાર (ઉ.વ.૨૫) નામની નેપાળી પરિણીતાએ સવારે પોતાના ઘરની બાજુમાં જ રહેતાં પિતા સુરજસિંગ કરણસિંગના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. જી. સોલંકી સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરી લેનાર ભગવતીબેન પરિહારના પતિ પવન પરિહાર ફેક્ટરીમાં નોકરી કરે છે. તેણીને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. સગાના કહેવા મુજબ આ પરિણીતા મંગળવારે ગૂમ થઇ ગઇ હતી. તપાસ થતાં કોઇ મુસ્લિમ શખ્સ ભગાડી ગયાની વિગતો મળતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન ગઇકાલે તેણી પરત ઘરે આવી ગઇ હતી. આ પછી થોરાળા પોલીસ સ્ટેશને તેણીને લઇ જવાઇ હતી. જ્યાંથી સમાધાન કરી પતિ તેણીને પરત ઘરે લાવ્યો હતો અને જે થયું તે ભુલી જવાનું કહી રાતે તેણીને સમજાવી હતી. બાદમાં આજે સવારે પતિ નોકરી પર ગયો ત્યારે ભગવતીબેન બાજુમાં રહેતાં પિતાના ઘરે ગઇહ તી. જ્યાં પોતાને પસ્તાવો થયો હોઇ હાથમાં બ્લેડથી કાપા મારી લીધા હતાં. બાદમાં તેના માતા જમુનાબેન કોઇ કામ માટે બહાર જતાં અને થોડીવારમાં પરત આવતાં તેણે રૂમમાં જોતાં ખુબ મોટા અવાજે ટીવી ચાલુ દેખાયુ હતું અને દિકરી ભગવતીબેનને લટકતી જોતાં દેકારો મચાવી મુક્યો હતો.
આસપાસના લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. પણ તેના તબિબે તેણીને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત પુર્વે તેણીએ એક ચિઠ્ઠી લખી છે જેમાં કોઇનું દબાણ નથી, મારી મરજીથી પગલુ ભરુ છું તેવુ લખ્યું હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી ત્રણ સંતાન મા વિહોણા થઇ જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૧૦)
(3:08 PM IST)










