<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

હનુમાન મઢી ચોકમાં તડકાને કારણે બેભાન થઇ જતાં નેપાળી યુવાનનું મોત

આગેવાન સંજયરાજ કારકીએ મૃતકના સગા સંબંધીઓની શોધખોળ કરી

રાજકોટ તા. ૯: ધોમધખતા તડકાને કારણે રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં એક નેપાળી યુવાન બેભાન થઇ પડી જતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ ભોમેશ્વર મેઇન રોડ પર રહેતાં સુરેશભાઇ પરીહાર નામના ૪૨ વર્ષિય યુવાન બપોરે હનુમાન મઢી ચોકમાં તડકાને કારણે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ મોત થયું હતું. તેને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. મૃતકના વાલીવારસને શોધવા નેપાળી સેવા સમાજના સંજયરાજ કારકીએ મહેનત કરી હતી. જેના કારણે સગા સંબંધી મળી આવ્‍યા હતાં. નેપાળી સમાજના ગ્રુપમાં તેમણે ફોટો પોસ્‍ટ કરતાં સગા સાથે સંપર્ક થયો હતો. 

(3:34 PM IST)