News of Tuesday, 3rd November 2026
શહેરના પશ્ચિમ ક્ષેત્ર અને મવડી, મવા, રૈયા, મોરબી રોડ તરફ નવા કન્સ્ટ્રકશન-જમીન મકાન ખરીદી-વેચાણનું પ્રમાણ વધારે
ઓકટોબરમાં ૧૪૦૯૧ દસ્તાવેજો નોંધાયાઃ સપ્ટેમ્બર કરતા ૧૫૦૦ વધૂ.. સરકારને સ્ટેમ્પ ડયૂટી અને ફીની ૮૪ કરોડ ૩૨ લાખની તોતીંગ આવક..

રાજકોટ, તા.૩:રાજકોટ શહેર અને જીલ્લામાં ગત ઓક્ટોબર ૨૦૨૬માં ૧૪૦૯૧ મિલ્કતોનું વેચાણ થતા તેના દરતાવેજોનાં રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થયા છે.આ દસ્તાવેજોની ફી અને સ્ટેમ્પ ડયુટી થકી રાજય સરકારને રૂ.૮૪.૩૨ કરોડની આવક થઈ છે. જોકે ગત માસની તુલનામાં આ વખતે મિલકતના વેચાણમા વધારો થયો છે.
સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં ૧૫૪૭ દસ્તાવેજ વધુ નોંધાયા છે, જેના કારણે સરકારી તંત્રની આવકમાં કરોડો રૂપિયાની આવક થવા પામી છે.મિલકતની નોંધણી માટે રાજકોટ શહેરમાં આઠ અને જિલ્લામાં દસ સબ રજિસ્ટાર કચેરીઓ આવેલી છે.
સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ ૧૨૫૨૪ દસ્તાવેજો નોંધાયા હતા, જ્યારે ઓક્ટોબર મહિનામાં વધીને ૧૪૦૯૧ દસ્તાવેજ નોંધાયા છે. સામાન્ય રીતે રાજકોટ જિલ્લામાં સરેરાશ ૧૩ થી ૧૪ હજાર દસ્તાવેજની દર મહિને નોંધણી થતી હોય છે. ૨૦૧૮ મિલકતો સાથે રાજકોટનો મોરબી રોડ વિસ્તાર મિલ્કતોના ખરીદ વેચાણમાં ફરી એક વખત એવરગ્રીન રહ્યો જયારે જામકંડોરણામાં સૌથી ઓછા માત્ર ૯૬ દસ્તાવેજો નોંધાયા છે. જયારે મવા વિસ્તારમાં ૯૯૪, મવડી વિસ્તારમાં ૧૩૦૫, કોઠારીયામાં ૯૦૦, રાજકોટ રૂરલમાં ૮૩૦, રતનપર વિસ્તારમાં ૧૧૦૮, રાજકોટ-૧માં ૮૧૫, રૈયા વિસ્તારમાં ૯૮૪ મિલ્કતોનું વેચાણ થયું છે. જયારે જીલ્લામાં લોધીકા તાલુકામાં ૯૬૮, કોટડાસાંગાણી તાલુકામાં ૫૫૬, જસદણ તાલુકામાં ૩૭૧, જેતપુર તાલુકામાં ૭૧૦, ઉપલેટા તાલુકામાં ૩૭૦, ધોરાજીમાં ૨૮૨, પડધરી તાલુકામાં ૩૨૮, જામકંડોરણા તાલુકામાં ૯૬ અને વીંછિયા તાલુકામાં ૧૨૩ મળી કુલ ૧૪૦૯૧ મિલકતોનું વેંચાણ થયું છે.
જામકંડોરણા કચેરી ખાતે માત્ર ૮૫ દસ્તાવેજોની સૌથી ઓછી નોંધણી સાથે રૂા.૧૭.૫૭ લાખની આવક નોંધાઈ છે. આંકડા સ્પષ્ટ કરે છે કે રાજકોટ શહેરના પヘમિ વિસ્તાર અને રિંગ રોડની આસપાસના વિસ્તારો જેવા કે મવડી, મવા, રૈયા, અને મોરબી રોડ તરફ નવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અને જમીન-મકાનની ખરીદીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં આ વિસ્તારો હજુ પણ રોકાણકારો અને ઘર ખરીદનારાઓ માટે હોટસ્પોટ બનેલા છે.
(3:45 PM IST)










