તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
સી.એ.ઇન્ટરના પરિણામોમાં ન્યુ ગુરૂકૂલ ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવઃઅર્શ મિર્ઝાને ૧૦૦માંથી ૧૦૦ ગુણ
ત્રણ વિદ્યાર્થીઓને સેન્ટર રેન્કઃ ૬૦૦ માંથી ૪૦૦ ગુણ હાંસલઃ સંસ્થાનું રેકોર્ડબ્રેક ૫૦% પરિણામ

રાજકોટઃ તા.૩૦: તાજેતરમાં CA ઈન્ટરનું પરિણામ જાહેર થતા ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓએ જબરજસ્ત પ્રદર્શન કર્યુ હતૂ.
સી.એ.ઇન્ટરમાં ન્યુ ગુરુકુલના ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓ સેન્ટર રેન્ક મેળવી, ૬૦૦ માંથી ૪૦૦ ની ઉપર માર્ક્સ લીધા છે. CA ના પરિણામોમાં, બંને ગ્રુપમાં એકસાથે પાસ થવું તે વિદ્યાર્થીઓને ખૂબ અઘરું પડે છે, પણ ન્યુ ગુરુકુલ ની ટીમ ના માર્ગદર્શનથી ઘણા બધા વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ એકસાથે પાસ કરેલા છે. જેમાં નિશિત સોલંકી, અર્ષ મિર્ઝા, વિક્રમ ચાંદનાની, મંથન જયસંઘાણી, ઓમ થાનકી, ક્રિના લાખાણી, આર્યન ચૌહાણ, હર્ષિલ કુલેરીયા, વિગેરે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ન્યુ ગુરુકુલમાં તો વિદ્યાર્થીઓ CA ના કોર્સ માં પણ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ લઈને આવે છે. આ વખતે પણ અર્શ મિર્ઝા એ કોસ્ટ એકાઉન્ટિંગ માં ૧૦૦/૧૦૦ ગુણ મેળવીને અવિશ્વસનીય અને અદભૂત સફળતા હાંસીલ કરેલ, જેનો પૂરો શ્રેય તેમણે ન્યુ ગુરુકુલના ફાઉન્ડર અને ડિરેક્ટર નિકુંજ સર ને આપેલ.
ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટયૂટ નાં સંચાલક નિકુંજ ચનાભટ્ટી એ જણાવ્યું કે, સીએ પરીક્ષા વર્ષમાં ત્રણ વાર લેવામાં આવે છે, જેમાં આ વર્ષમાં સપ્ટેમ્બર ૨૦૨૬ માં પરીક્ષા લેવામાં આવેલી હતી. જેમાં પૂરા ભારત વર્ષ માં CA ઇન્ટર નું પરિણામ ૧૩.૨૧% આવ્યું છે. જ્યારે ન્યુ ગુરુકુલ નું ૫૦% જેટલું ઝળહળતું પરિણામ, એ પણ ત્રણ-ત્રણ સેન્ટર રેન્ક સાથે હાંસલ કર્યું છે.
આ પહેલાં પણ ૨૦૨૬ ના પરિણામોમાં, આખા સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩-૩ AIR ઓલ ઇન્ડિયા રેન્ક આવેલા છે, જે ત્રણે-ત્રણ AIR ન્યુ ગુરુકુલ માંથી જ હતા. જેમાં અભય મકવાણા AIR ૧૪, સાક્ષી શાહ AIR ૩૯ અને સંકેત પરમાર AIR ૪૨ નો સમાવેશ થાય છે અને તેઓ અનુક્રમે સેન્ટર પ્રથમ, સેન્ટરમાં બીજા અને સેન્ટર માં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે.
વ્યક્તિગત માર્ગદર્શનને, કારણ અહી એક બેચ માં માત્ર ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓ જ હોય છે. નિષ્ણાત અને અનુભવી પ્રોફેશનલ CA-CS ની ટીમને, જેમના દ્વારા પહેલે થી છેલ્લે સુધી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. એક્ઝામના બે મહિના પહેલા કોર્સ પૂરો કરીને ૫૦ થી વધારે તો મોક ટેસ્ટ લેવામાં આવે છે.
વિદ્યાર્થીઓ પ્રતિભાવમાં જણાવ્યું કે, ‘‘બધાં માને છે તેટલો આ કોર્સ અઘરો નથી. અમે પહેલી થી નિકુંજ સરે આપેલી ગાઈડ લાઈન પ્રમાણે જ કામ કર્યું હતું. અમે ૬ કલાક ન્યુ ગુરુકુલ અને ૬ કલાક ઘરે મહેનત કરી, દિવસમાં કુલ ૧૨ થી ૧૫ કલાકની મહેનત કરી હતી, જે કોઈપણ સામાન્ય વિદ્યાર્થી માટે શકય છે. જો તમારે સફળ થવું હોય તો મોબાઇલ નો ઉપયોગ ટાળવો જોઈએ અને સોશિયલ મીડિયા થી દૂર રહેવું જોઈએ.''
ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટયૂટે ફરી એકવાર ગુણવત્તા સભર શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો દ્વારા તેની પ્રતિષ્ઠાને સિદ્ધ કરી છે. વધુ માહિતી માટે ૯૮૨૫૭૯૦૭૪૦ ઉપર સંપર્ક કરી શકાશે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ન્યુગુરૂકૂલના સંચાલક નિકુંજ ચનાભટ્ટી અને ઉતીર્ણ વિદ્યાર્થીઓ તેમજ સાથે પ્લસ કોમ્યુનીકેશનના જયેન્દ્રભાઇ પડયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:11 PM IST)










